ગાંધીનગર સેકટર ૩બી ખાતે આવેલી એસ.એસ.વી શાળામાં ક્રિસમિસ દિવસની ઉજવણી.
સમગ્ર દુનિયામાં પ્રભુ ઈસુ નો જન્મદિવસ 25 ડિસેમ્બરે ક્રિસમિસના રૂપમાં ઊજવાય છે. પ્રેમ અને પવિત્રતાનો સંદેશ આપનારો આ તહેવાર સૌથી પહેલા રોમમાં 336 ઇસ્વીમાં મનાવવામાં આવ્યો હતો.
આ તહેવાર માટે મોટા કરતાં બાળકો વધારે ઉત્સાહિત રહે છે. એ ક્રિસમસની રાતે પોતાની તમામ ઇચ્છાઓને એક કાગળમાં લખીને સૂતા પહેલા ઘરની બહારી પાસે રાખી દે છે.
માનવામાં આવે છે કે રાતે આ દેવદૂત નીચે આવીને બાળકની તમામ ઇચ્છાઓને પ્રભુ ઈસુ સુધી પહોંચાડી દે છે. જણાવી દઇએ કે સૌથી પહેલા ક્રિસમસ ટ્રી ની સાથે આ તહેવાર ઊજવવાની શરૂઆત ઉત્તર યૂરોપમાં હજારો વર્ષ પહેલા થઇ હતી. એ સમયે ‘Fir’ નામના ટ્રી ને સજાવીને આ ફેસ્ટિવલને ઊજવવામાં આવતો હતો. સમયની સાથે ધીરે ધીરે આ ‘Fir’ ટ્રીનું ચલણ વધતું હયું અને લોકો ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઊજવવા લાગ્યા.
ગાંધીનગર ખાતે આવેલી એસ.એસ.વી કેમ્પ્સ માં તારીખ ૨૪-૧૨-૨૦૨૨ ના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવી.શાળામાં આજના દિવસે ખુબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું.ક્રિસમસ ટ્રી ને પણ સજાવ્યું હતું.વિદ્યાર્થીઓએ સાન્તા ક્લોસ સાથે ડાન્સ કરી આ દિવસની ઉજવણી કરી. વિદ્યાર્થીઓ પણ સાન્તાનો ડ્રેસ પહેરીને આવ્યા હતા જેમાં તેઓ ખુબ જ સુંદર લાગતા હતા.