બજેટ સત્ર જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે
સંસદનું શિયાળુ સત્ર નક્કી થયેલા એક સપ્તાહ પહેલાં જ શુક્રવારે પૂર્ણ થયું હતું. જેના માટે સત્તા પક્ષ અને વિપક્ષમાં સહમતી બની ગઇ હતી. શિયાળુ સત્ર ૭ ડિસેમ્બરે શરુ થયું હતું જેને ૨૯ ડિસેમ્બરે પૂર્ણ થવાનું હતું. પરંતુ વિપક્ષ દ્વારા ક્રિસમસ પહેલાં જ સત્ર પૂર્ણ થવાની માગ કરાઇ હતી. બંને ગૃહોની બિઝનેસ એડવાઈજરી કમિટી (બીએસી)ની બેઠકમાં બધાની મંજૂરીથી સત્ર સમાÂપ્તનો નિર્ણય લેવામાં આવ્યો જેથી ૨૩ ડિસેમ્બરે સત્ર પૂર્ણ થયું હતું.
આ શિયાળુ સત્રના સમયગાળામાં લોકસભામાં ૭ અને રાજ્યસભામાં ૯ બિલ પાસ થયા. ચાઇના દ્વારા થયેલી તવાંગ ઝડપના મુદ્દે વિપક્ષ સરકાર પાસે લગાતાર ચર્ચાની માગ પર અડ્યો હતો પણ તેના પર ચર્ચા થઇ ન હતી. પીઆરએસ લેજિસ્લેટીવ રિસર્ચથી મળેલા ડેટા મુજબ ૨૦૨૦માં થયેલા બજેટ સત્રથી લઇ અત્યાર સુધીના તમામ સંસદ સત્ર નક્કી થયેલા સમય કરતાં વહેલા સમાપ્ત થઇ ગયા હતા. છ દિવસ પહેલાં જ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાયેલા શિયાળુ સત્ર લગાતાર ૮મું સત્ર છે.
લોકસભાના દસમા સત્ર દરમિયાન ૧૩ બેઠકો થઈ અને ગૃહ ૬૮ કલાક ૪૨ મિનિટ સુધી ચાલ્યું હતું. લોકસભામાં ૯૭% કામકાજ થયું અને સત્રના દરમિયાન દરિયાઈ જળદસ્યુતા રોધી બોર્ડ સહિત ૭ વિધેયક પાસ કરાયા હતા. રાજ્યસભાની કાર્યવાહી ૬૪ કલાક ૫૦ મિનિટ ચાલી. ૧૦૨% કામકાજ થયું.
શીયાળુ સત્ર દરમિયાન બંને ગૃહમાં ૯ બિલ પાસ થયા અને ૯ નવા બિલ રજૂ થયા હતા. મલ્ટી સ્ટેટ કો ઓપરેટીવ સોસાયટી સંશોધન બિલ અને જનમ વિશ્વાસ બિલ સંસદની સંયુક્ત સમિતિની પાસે મોકલવામાં આવ્યા હતા. હવે પછીનું સત્ર બજેટ સત્ર હશે જે ૩૧ જાન્યુઆરીએ શરુ થવાની સંભાવના છે. જા કે નવુ સત્ર સંસદની જૂની બિલ્ડીંગમાં થશે કે નવી બિલ્ડીંગમાં તે હજું નક્કી નથી.