ગુજરાત

ઘરજના શણગાલના યુવકે ગુવાહાટી IITમાં પ્રવેશ મેળવ્યો બેંગ્લુરુની કંપની સાથે વાર્ષિક 32 લાખનો પગાર સાઇન કર્યો

સહકર્મીની તૈયારીઓથી પ્રેરણા અને લોકડાઉનની રજાઓનો લાભ લઇ તૈયારીઓ કરી

મેઘરજના શણગાલના રાજ મનહરભાઈ પંચાલે મિકેનિકલ એન્જિનિયર બન્યા પછી કોર ફિલ્ડમાં ન જવાનો નિર્ણય અંતિમ વર્ષમાંજ લઈ લીધો હતો અને નામાંકિત એનજીઓ સાથે કામ કરવા દરમિયાન સહકર્મીની આઇઆઇટી પ્રવેશ માટેની તૈયારીઓથી મળેલ પ્રેરણાને કોરોના લોકડાઉન ના ફ્રી થઈ જવાના સમયગાળાએ વેગ આપ્યો હતો અને પ્રવેશ પરીક્ષા પાસ કરી દેશની ચાર નામાંકિત આઈઆઈટી કોલેજ પૈકી આઇઆઇટી ગુવાહાટીમાં માસ્ટર ઓફ ડિઝાઇનમાં મે-21માં પ્રવેશ મેળવી ફાઈનલ યરમાં પહોંચતા બેંગ્લુરુની સોફ્ટવેર કંપની સાથે વાર્ષિક 32 લાખના પગારથી નોકરીના કરાર પણ કરી લીધા છે.

શણગાલના રાજ પંચાલને આ સિદ્ધિ મેળવવા દરમિયાન અનેક સંઘર્ષમાંથીપસાર થવું પડ્યું છે પારિવારિક સમસ્યાઓનો નાનપણથી જ સામનો કરવો પડ્યો છે. વર્ષ 2013 માં ધોરણ 10 ની પરીક્ષા સમયે પિતાનું કિડની ડાયાલિસિસ શરૂ થયું હતું અને અઠવાડિયામાં બે વખત હિંમતનગર આવવું પડતું હતું.

આ પ્રક્રિયા બહુ લાંબા સમય સુધી ચાલી મોડાસાની ચાણક્ય હાઈસ્કૂલમાં ધોરણ 10 12 અને પછી ચાંદખેડા ની વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો. કોશિશ કરનારની ક્યારેય હાર થતી નથી અને પરિશ્રમના પારસમણીનો સ્પર્શ થયા વગર સિદ્ધિ મળતી નથી બંને ઉક્તિને રાજપંચ ચાલે સાર્થક કરી બતાવી છે.

આ સફરમાં રાજે બાળકોને ભણાવ્યા, કોમ્યુનિટી મેનેજમેન્ટની સ્પીચ આપી
રાજ પંચાલે જણાવ્યું કે નવેમ્બર 2017 માં માતાએ કિડની ડોનેટ કરતાં પિતા મનહરભાઈની કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાયું હતું આ બધી દોડધામ વચ્ચે અભ્યાસ ચાલુ હતો. ફાઇનલ ઇયરમાં મન બનાવી લીધું હતું કે કોર ફિલ્ડમાં નથી જવું. ફાઇનલની પરીક્ષા આપી દેશની ટોપ 5 એન.જી.ઓનું સર્ચ કર્યું જેમાં ગોવાની એક એનજીઓમાં અરજી કરી અને છ સાત મહિના પછી તેમનો રિપ્લાય કોલ આવ્યો અને ઇન્ટરવ્યૂ થયા બાદ અમદાવાદ ગાંધીનગર બ્રાન્ચમાં નિમણૂંક થઈ બાળકોને ગણિત,અંગ્રેજી,વિજ્ઞાન ભણાવવાનું શરૂ કર્યું.

આ દરમિયાન એક મિત્રના માધ્યમથી બીજી સંસ્થામાં ઇન્ટરવ્યૂ આપી અને ત્યાં રોબોટિક્સ તથા કોમ્યુનિટી મેનેજમેન્ટ સ્પીચ આપતો હતો તે દરમિયાન એક સહકર્મી ડિઝાઇનર હતો તેનો પરિચય થયો જે આઈઆઈટીની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તેનાથી પ્રેરણા મળી જેમાં કોરોના લોકડાઉનને કારણે એકદમ ફ્રી થઈ જતાં તૈયારીઓને વેગ મળ્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x