ગુજરાત

લૉ કૉલેજ, મોડાસાના યજમાન પદે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ ગઈ*

તાજેતરમાં જ્યારે ભારત સરકાર દ્વારા ‘ નવી શિક્ષણ નીતિ ‘ અમલમાં આવી છે અને ટૂંક સમય પહેલાં જ ગૂજરાત વિધાન સભાની ચુંટણીઓ સંપન્ન થઈ છે ત્યારે મ.લા. ગાંધી કેળવણી મંડળના સ્થાપના દિન નિમિત્તે વિવિધ કોલેજોમાં જુદી જુદી સ્પર્ધાનો ચાલી રહી છે ત્યારે તા ૨૭/૧૨/૨૦૨૨ ના રોજ લૉ કૉલેજ, મોડાસા અને આર્ટ્સ કોલેજ,મોડાસાના સંયુક્ત ઉપક્રમે
“ભારતમાં શિક્ષણ વ્યવસ્થા સામેના પડકારો” અને “લોકશાહીમાં ચુંટણીનું મહત્ત્વ” વિષયો પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેળવણી મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહે અઘ્યક્ષ પદે ઉપસ્થિત રહી વિધ્યાર્થીઓને નિર્ભય પણે વક્તવ્ય આપવા જણાવ્યું હતું લો કોલેજના પ્રિન્સીપાલ ડો રાજેશ વ્યાસે મહેમાનોને આવકારી વિધ્યાર્થીઓને વિષયાભિમુખ કર્યાં હતા. આર્ટ્સ કોલેજના પ્રિન્સીપાલ ડો દિપક જોષીએ તમામ સ્પર્ધકોને બિરદાવી લક્ષ્ય નક્કી કરી આગળ વધવાની શીખ આપી હતી લો કોલેજ મોડાસાના પ્રોફે અને હેમ ઉ ગુ યુનિ લૉ ફેકલ્ટીના ડીન અને ઈ સી મેમ્બર ડો અશોક શ્રોફે કાર્યક્રમનું આયોજન કર્યું હતું મુખ્ય વક્તા અને નિર્ણાયક શામળાજી કોલેજના પ્રોફે. ડો સમીર આર પટેલે પોતાની આગવી અને હળવી શૈલીમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ હર્બટ હૂવર અને સર્જન ડો આલ્બર્ટ
શ્વાઈત્ઝરના ઉદાહરણો આપી શેરો શાયરીની ભાષામાં હિંમતભેર આગળ વધી કોઈપણ કામ સ્વીકારી પોતાની કારકિર્દી બનવાની વાત કરી હતી તેમણે ઉમેર્યું હતું કે ‘ Success is not Permanent and Failure is not Final ” વિવિધ કોલેજોમાંથી કુલ ૧૫
પાર્ટીસિપંટ્સમાંથી લો કોલેજ ની ઉર્વી બી. પટેલ પ્રથમ ક્રમે, સાયન્સ કોલેજની ઝલક વી. ઉપાધ્યાય દ્વિતીય ક્રમે અને બી.એડ. કોલેજની વૈષ્ણવી એમ.પટેલ તૃતિય ક્રમે વિજેતા ઘોષિત થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોગ્રામ કો ઓર્ડીનેટર ડો. અલ્પા ભટ્ટીએ કર્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે આભારવિધિ ડો સોનિયા ભટ્ટે કરી હતી. વિવિધ કોલેજના અઘ્યાપકો અને વિદ્યાર્થીઓએ સદર સ્પર્ધામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x