૨૦૨૨ બજેટ બાદ ઇંધણ-ખાદ્યતેલથી લઇ લોન મોંઘી થઇ ઃ હપ્તા વધ્યા ઃ આમ આદમી પર મોટો ફટકો
૨૦૨૨માં જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ રજૂ કર્યું ત્યારે સૌને કોરોના કાળ વિતી ગયો છે અને અચ્છે દિન આવી રહ્યા છે તેવું આશ્વાસન આપ્યું હતુ પરંતુ ત્યારબાદ કેન્દ્રીય બજેટના પગલે આમ આદમીને ભાગ્યે જ કોઇ રાહત મળી છે. ખાસ કરીને ઇંધણ અને કાચા માલના ભાવમાં સતત વધારો થયો છે તેના કારણે આમ આદમી ખાદ્ય પદાર્થોથી લઇ ડેરી ઉત્પાદન, ફળો, શાકભાજી, દાળ, પેકીંગમાં મળતા ઉત્પાદનો, કપડા આ તમામની ખરીદીમાં ૨૦૨૧ કરતા વધુ વધુ નાણા ચૂકવી રહ્યો છે.
એકંદર હાઉસ હોલ્ડ બજેટ એ ૨૦૨૨ના નિર્મલા સીતારામનના બજેટ બાદ ૧૧ થી ૨૫ ટકા જેટલું વધી ગયું છે. નવેમ્બર માસમાં ભારતનો છૂટક ફુગાવો ૧૧ માસના સૌથી નીચા તબકકે છે તેમ છતા તે આરબીઆઈના કન્ફોર્ટ ઝોનની બહાર છે અને તેના કારણે આરબીઆઈ દ્વારા છેલ્લા છ માસમાં અંદાજે ૨.૨૫% જેટલો વ્યાજ દર વધારો કરવામાં આવ્યો તેના કારણે બેન્કોના ધીરાણ મોંઘા થયા અને હોમ-ઓટો લોન સહિતના નાના લોનધારકો માટે ઇએમઆઈ સતત વધતા રહ્યા છે અને લોન પણ મોંઘી બની છે.
બીજી તરફ ભારતીય રુપિયાની કિંમત આ વર્ષે ઐતિહાસિક રીતે નીચી ગઇ છે અને તેના કારણે આયાતો મોંઘી બની અને તેની સીધી અસર ભારતીયો ઉત્પાદનો મોંઘા બનતા સામાન્ય માણસ પર થઇ છે તો બીજી તરફ વિદેશ અભ્યાસથી લઇને તમામ પ્રકારનો વિદેશી ખર્ચ પણ ભારતીયો માટે મોંઘો બની ગયો છે.
કાચા માલના ભાવમાં વધારો ચીન સાથેની આયાતો પણ મોંઘી બનતા, દવાઓથી લઇ ઇલેક્ટ્રોનિક સામાન અને અન્યો પણ મોંઘુ બન્યું છે. પરંતુ ઘરઆંગણે ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલો વધારો એ આમ આદમીનેસૌથી વધુ અસર કરી રહ્યો છે અને મધ્યમ વર્ગ ૨૦૨૨ બજેટ પછીની Âસ્થતિ સૌથી આકરી રહી છે.
સામાન્ય લોકો જેનો હવે વપરાશ કરે છે તે હેડફોન,ઇયર ફોન પણ મોંઘા થયા છે જ્યારે ઇમીટેશન જ્વેલરી, સોલાર સેલ, સોલાર મોડ્યુલ અને સ્માર્ટ મીટર પણ મોંઘા થયા છે. નાણા મંત્રાલયે સમયાંતરે તેની ડ્યુટીમાં વધારો કર્યો છે તો ખાદ્યતેલ પણ વર્ષ દરમિયાન મોંઘા થતા રહ્યા છે. જા આયાતી ચીજ મોંઘી બની ગઇ હોય તો તેમાં છત્રીઓ, સિંગલ અને મલ્ટીપલ લાઉડ સ્પીકર, એક્સ-રે મશીન અને ઇલેક્ટ્રોનિક રમકડાના છૂટા ભાગો પણ મોંઘા થયા છે.