ahemdabadગાંધીનગર

ગુજરાત કોંગ્રેસમાં ગરમાવો: ૯ પ્રમુખોના પ્રદર્શનથી નારાજ હાઈકમાન્ડે આપ્યું ૯૦ દિવસનું અલ્ટીમેટમ

જુનાગઢ: ગુજરાત કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત શહેર અને જિલ્લા પ્રમુખો માટે ભવનાથ ખાતે યોજાયેલા પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસ હાઈકમાન્ડે કડક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે પ્રમુખો કામ નહીં કરે તેમની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે.

કે.સી. વેણુગોપાલે ૪૧ શહેર અને જિલ્લા પ્રમુખોને સંબોધતા કહ્યું કે, જે પ્રમુખોનું પ્રદર્શન નબળું છે, તેમને સુધારો કરવા માટે ૯૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવે છે. તેમણે ૯ પ્રમુખોના નબળા પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરતાં તેમને “સડેલી કેરી” સાથે સરખાવ્યા, જે આખી ટોપલીને બગાડી શકે છે. આ કડક વલણ પાછળનો હેતુ પક્ષમાં શિસ્ત અને કાર્યક્ષમતા લાવવાનો છે.

આ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની ગેરહાજરી જોવા મળી, જે હાઈકમાન્ડ માટે નારાજગીનું કારણ બની છે. આ બીજી વખત છે જ્યારે તેઓ આવી શિબિરમાં ગેરહાજર રહ્યા છે. વેણુગોપાલે આ અંગે પણ ટિપ્પણી કરતાં કહ્યું કે, “જે લોકો કામ કરશે તેમને પ્રોત્સાહન મળશે, અને જે લોકો કામ નહીં કરે તેમની પાસેથી હોદ્દો પાછો ખેંચી લેવામાં આવશે.” આ શિબિરમાં પ્રમુખોને પક્ષની નીતિઓ અને સંગઠનલક્ષી કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *