સી.એમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવાયો
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સી.એમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ખાતે તા – 08/09/2025 ના રોજ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે ફિઝિયોથેરાપીની જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર્દીઓ પણ આ રેલીમાં જોડાયા હતા. વૃધ્ધ દર્દીઓની ફિટનેસની તપાસ કરવામાં આવી હતી.
અને તેમને યોગ્ય સારવાર માટે સલાહ આપવામાં આવી હતી. વૃદ્ધ દર્દીઓ માટે ચેર એરોબિકસનું આયોજન કરવામાં આવ્યું હતું. અને “ગૌરવપૂર્ણ જીવનની સફર“ વિષય પર નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૦૦ થી વધારે દર્દીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડૉ. કેયૂર અકબરી (કન્સ્ટબન્ટ સ્પાઈન સર્જન, GCS HOSPITAL) સ્પાઈન ડીજનરેશન, ઓસ્ટીઓપોરેસીસ અને હાઉ ટૂ એજ ગ્રેસફુલી” વિષય પર માહિતી આપી હતી.
ડૉ. કે. વૈતીયનાદનના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન ડૉ. મયુર સોલંકી, ડો. રચના શાહ, ડો. નિકિતા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ડો.નિકિતા પટેલ દ્રારા કરવામાં આવી હતી