ગુજરાત

ઠારના કારણે ઠંડીનું જાર યથાવતઃગિરનાર પર્વત ઉપર ૫.૨,નલિયામાં ૮.૨ ડિગ્રી

લઘુતમ તાપમાનના પ્રમાણમાં ગઈકાલે અમુક જગ્યાએ વધારો -ઘટાડો અને Âસ્થર રહ્યા પછી આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં એક થી બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઊતર્યું છે. જાકે ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાના કારણે ઠાર અનુભવાય છે અને ઠારના કારણે ઠંડીનું જાર પણ તાપમાન વધી જવા છતાં યથાવત રહ્યું છે.

સમગ્ર રાજ્યમાં આજે સૌથી નીચું તાપમાન ગીરનાર પર્વત પર ૫.૨ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ગઈકાલે ૮.૧ અને આજે ૮.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભુજમાં આજનું લઘુતમ તાપમાન ૧૧.૭ ડિગ્રી છે જે ગઈકાલના ૧૦ ડિગ્રીની સરખામણી પોણા બે ડિગ્રી જેટલું વધુ છે. ભાવનગરમાં ગઈકાલે ૧૩.૭ અને આજે ૧૪.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.
રાજકોટના લઘુતમ તાપમાનમાં આજે બે ડિગ્રીનો વધારો થયો છે. ગઈકાલે ૧૦ અને આજે ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે વેરાવળમાં ગઈકાલે ૧૫.૧ અને આજે ૧૭ ડિગ્રી તાપમાન રહ્યું છે. પોરબંદરમાં આજે ૧૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.અન્ય શહેરોના તાપમાન પર નજર નાખીએ તો ડીસામાં ૧૧.૪ વડોદરામાં ૧૪ અને કંડલામાં ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ સુરતમાં ૮૫ વડોદરામાં ૮૪ અમદાવાદમાં ૭૧ રાજકોટમાં ૬૮ દ્વારકામાં ૬૩ ભુજમાં ૬૧ ડીસામાં ૬૮ અને વેરાવળમાં ૪૯ ડિગ્રી ટકા નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી બે થી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનનો પારો ઊંચે ચડશે. પરંતુ આગામી તારીખ ૨૯ અને ૩૦ ના રોજ હિમાલયન રીજીયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે અને ત્યારબાદ ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x