હવે બીજાં રાજ્ય-શહેરમાંથી પણ મતદાન શક્ય ૯ રાજ્યોની ચૂંટણી પહેલાં સરકારનો મહત્વનો નિર્ણય, ચૂંટણીપંચની રિમોટ વોટિંગ સિસ્ટમ તૈયાર
ચૂંટણીપંચે સ્થાનિક પ્રવાસી મતદારો માટે રિમોટ વોટિંગ સિસ્ટમ વિકસાવી છે. આ બાબતે ચૂંટણીપંચે ગુરુવારે જાહેરાત કરી હતી. રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઇફસ્ની મદદથી હવે ઘરથી દૂર, અન્ય શહેર અને રાજ્યમાં રહેતા મતદાર વિધાનસભા/લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે, એટલે કે તેણે વોટિંગ માટે પોતાના ઘરે જવાની જરૂર નહીં પડે. આયોગ ૧૬મી જાન્યુઆરીએ તમામ રાજકીય પક્ષોને આ ઇફસ્નું લાઈન ડેમોન્સ્ટ્રેશન આપશે.
અન્ય રાજ્યોમાં કામ કરતા લોકો, પરપ્રાંતીય મજૂરો ઇવીએમનો ઉપયોગ કરી શકશે. આનો અર્થ એ નથી કે તેઓ ઘરે બેસીને મતદાન કરી શકશે. ચૂંટણીપંચની સુવિધાનો લાભ લેવા માટે, મતદાનના દિવસે રિમોટ વોટિંગ સ્થળ પર પહોંચવું પડશે. એક અંદાજ મુજબ, દેશમાં ૪૫ કરોડો લોકો એવા છે, જેઓ પોતાનું ઘર અને શહેર છોડીને અન્ય રાજ્યોમાં વસવાટ કરી રહ્યા છે. તેનો કેન્દ્રીય ડેટા ઉપલબ્ધ નથી.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે યુવાનો અને શહેરી મતદારોની ઉદાસીનતાને ધ્યાનમાં લેતાં વિચાર કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં લોકશાહીમાં તેમની ભાગીદારીને મજબૂત કરવા માટે રિમોટ વોટિંગ એક ક્રાંતિકારી પરિવર્તન હશે. જાહેર ક્ષેત્રની મદદથી બનાવવામાં આવેલ મલ્ટી કોÂન્સ્ટટ્યુએન્સી રિમોટ ઈવીએમ એક જ રિમોટ પોલિંગ બૂથથી ૭૨ મતવિસ્તારને હેન્ડલ કરી શકે છે.
શું ચૂંટણીપંચ એનો તાત્કાલિક અમલ કરશે? ઃ ના, એના અમલ પહેલાં કાયદાકીય, વહીવટી અને ટેÂક્નકલ પડકારો પર રાજકીય પક્ષોનાં મંતવ્યો પણ માગવામાં આવ્યાં છે. એક નિવેદન અનુસાર, મતદાન પેનલે રિમોટ વોટિંગ પર માત્ર કન્સેપ્ટ નોટ જાહેર કરી છે.
કમિશને કહ્યું હતું કે “૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ૬૭.૪% મતદાન થયું હતું. ચૂંટણીપંચ ૩૦ કરોડથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ નહીં કરવા બાબતે ચિંતિત છે. નવા સ્થળે જતા મતદારો વિવિધ કારણોસર મતદાન માટે રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી અને ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂકી જાય છે. સ્થાનિક પ્રવાસીઓ પણ મતદાન કરી શકતા નથી એ ચિંતાજનક હતું. તેથી જ રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇફસ્)ની યોજના બનાવવામાં આવી હતી. પંચે તમામ રાજકીય પક્ષોને ૧૬ જાન્યુઆરીએ બોલાવ્યા છે. તે આ રાજકીય પક્ષોને ઇફસ્ સિસ્ટમ બતાવાશે. આ પછી તેમનાં સૂચનો લેવાશે. આ પછી એ અમલીકરણની પ્રક્રિયા પર આગળ વધશે. ૨૦૨૩માં જમ્મુ અને કાશ્મીર ઉપરાંત દેશનાં ૯ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
જમ્મુ-કાશ્મીર ઉપરાંત દેશનાં નવ રાજ્યમાં ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી Âસ્થતિમાં ઇવીએમને આ દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જે રાજ્યોમાં ચૂંટણી આવવાની છે, એમાં Âત્રપુરા, મેઘાલય, નાગાલેન્ડ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, તેલંગાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.જા આ વોટિંગ સિસ્ટમને લીલી ઝંડી મળી જશે તો સ્થળાંતર કરનારા લોકો એટલે કે અન્ય શહેરો કે રાજ્યોમાં ઘરથી દૂર રહેતા લોકો માટે મતદાનનું ટેન્શન સમાપ્ત થઈ જશે. તેઓ તેમના રહેઠાણના સ્થળ માટે ત્યાં ન રહેતા નેતાઓને ચૂંટવામાં ભાગ લઈ શકશે. એક સામાન્ય ભાષામાં સમજીએ કે ધારો કે તમે સુરતમાં રહો છો અને તમારો મત આપવાનો અધિકાર ઉત્તર પ્રદેશમાં છે તો હવે તમારે મત આપવા માટે ઉત્તર પ્રદેશ જવાની જરૂર નથી, સુરતમાં બેઠા બેઠા મત આપી શકશો.ઘણી વખત લોકો અભ્યાસ અને નોકરી માટે બીજા શહેરોમાં જાય છે અને પછી ચૂંટણી દરમિયાન ત્યાંથી તેમના ઘર સુધી પહોંચવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. આવી Âસ્થતિમાં મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારથી વંચિત રહી જતા હોય છે.
જા કે, ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ ઇફસ્ મશીનથી કોઈપણ વ્યÂક્ત દૂરના સ્થળેથી મતદાન કરી શકશે. આ મશીન એક રિમોટ પોલિંગ બૂથથી ૭૨ અલગ-અલગ બૂથ પર મતદાન કરાવી શકે છે.૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં, મોટી સંખ્યામાં લોકો સ્થળાંતરને કારણે મતદાન કરી શક્યા ન હતા. ચૂંટણી પંચના કહેવા મુજબ, ૨૦૧૯માં ૬૭.૪ ટકા લોકોએ મતદાન કર્યું હતું. આ દરમિયાન ૩૦ કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું ન હતું. આ સમસ્યાને દૂર કરવા માટે ચૂંટણી પંચે ઇફસ્ તૈયાર કર્યું છે.ચૂંટણી પંચ એવું ઇચ્છે છે કે મતદાનમાં સુધારો થાય અને ચૂંટણીમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરી શકાય. તેમજ દૂર-દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરવાની તક મળે.