સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઇનોવેશન યુનિવર્સિટી પાસેના ભોયણ રાઠોડ થી ઓ.એન.જી.સી. સુધીના રોડની મરામતનું કામ પ્રગતિ હેઠળ
હાલમાં અતિ તીવ્ર કમોસમી વરસાદમાં જિલ્લાના અનેક રસ્તાઓનું ધોવાણ થયું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી માર્ગ મરામત ડ્રાઈવ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઇનોવેશન યુનિવર્સિટી પાસેના ભોયણ રાઠોડ થી ઓ.એન.જી.સી. સુધીના રોડનું મરામત કાર્ય હાલમાં પ્રગતિ હેઠળ છે. ત્રણ કિલોમીટર લંબાઈ અને ૩.૭૫ મીટર પહોળાઈ ધરાવતો આ રસ્તો બિસ્માર થતાં રાહદારીઓ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડતી હતી.
આ સમયે હવે વાતાવરણ ચોખ્ખું થતાં રાજ્ય સરકારના સ્તરેથી તાત્કાલિક આરોડને મંજૂર કરવામાં આવ્યો છે. આ માટે આરએન્ડબી પંચાયતના અધિક્ષક ઇજનેરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા સ્થળ મુલાકાત અને કામગીરી ઝડપી તથા સારી ગુણવત્તામાં થાય તે અંગે આયોજન કરવામાં આવ્યા છે. ખૂબ ટૂંકા ગાળામાં આ રસ્તાને રીપેર કરી સુલભ બનાવવામાં આવશે.

