અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે મધુર ડેરીના ચેરમેન ડો.શંકરસિંહ આર. રાણાની વરણી કરાઈ
અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળની મતદાર/પ્રતિનિધિ સભા તા.ર/૧ર/ર૦ને મંગળવારના રોજ ગાંધીનગર જીલ્લાના ધણપ ગામ પાસેની અંજલી હોટલના ઓપન હોલમાં મળી હતી. જયાં જુની મીટીંગનું પ્રોસીડીંગ મંજૂર કરી શિક્ષણનું ચિંતન કરતા એવા મહાનુભાવોના આ મહામંડળમાં નવા હોદ્દેદારોની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવાની હતી પરંતુ ચુંટણી અધિકારી ધ્વારા પ્રતિનિધિ સભામાં એકબીજાની સમજૂતિના આધારે તમામ હોદ્દાઓની વરણી બિનહરીફ કરવામાં આવી હતી જેમાં આ મહામંડળના પ્રમુખ તરીકે ડો.શંકરસિંહ આર. રાણા પ્રિન્સીપાલ કલોલ કોમર્સ કોલેજ અને ચેરમેન મધુર ડેરીની વરણી કરવામાં આવી હતી. આ મહામંડળના અઘ્યક્ષ તરીકે એવાજ સંચાલકશ્રી મહેસાણા જીલ્લાના દિલીપભાઈ જે.ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી. સંસ્થાના મહામંત્રી તરીકે બોર્ડ મેમ્બર એવા પ્રિયવદનભાઈ કારોટની અને ઉપાધ્યક્ષ તરીકે બાયડના અપક્ષ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાની બિનહરીફ વરણી કરાઈ. પ્રમુખશ્રીના મંત્રી તરીકે દહેગામના શ્રી સંજયભાઈ રાવલને પ્રમુખશ્રી ઘ્વારા મુકવામાં આવ્યા. આમ રાજય કક્ષાના આ સિવાયના બીજા હોદ્દાઓ તમામની આ પ્રતિનિધિ સભામાં બિનહરીફ વરણી કરવામાં આવેલ છે. રાજયની ૫૫૦૦ (સાડા પાંચ હજાર) ગ્રાન્ટેડ તથા ૫૦૦૦ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોના પ્રશ્નો બાબતે કામ કરતુ આ મંડળ સરકાર સાથે સંવાદિતતા પૂર્વક સંચાલકોને સાથે રાખી કામગીરી કરશે તેવું સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ નારણભાઈ પટેલે જણાવ્યું છે.