નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા મોટાના મુવાડા ગામે 2 શાળામાં તાલુકાનો બ્લોક લેવલ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા દહેગામ બ્લોક ના મોટાં ના મુવાડા ગામે શ્રી જ્ઞાનદીપ ઉ.બુ.માધ્યમિક શાળા અને શ્રીમતિ ડાહીબા ઉચ્ચતર માધ્યમિક શાળા માં તાલુકાનો બ્લોક લેવલ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું અને જેમાં દહેગામ તાલુકાના યુવાનો દ્ધારા કબડી, વોલી બૉલ, લાંબી કૂદ, 200 mtr દોડ, 400 mtr દોડ જેવી અલગ અલગ રમતો માં યુવતીઓ અને યુવાનો એ ભાગ લીધો અને વિજેતાઓ ને ટ્રોફી તેમજ મેડલ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા. પોગ્રામ માં મેહમાન માં શ્રી જ્ઞાનદીપ શાળા ના ટ્રસ્ટી શ્રી હર્ષદ ભાઈ અને શ્રી તાલુકા સદસ્ય જગતસિંહ અને સરપંચ શ્રી પંકજભાઇ પટેલ શ્રી જ્ઞાનદીપ શાળા ના પ્રિન્સિપાલ શ્રી એલ પી ગજ્જર, લીહોડા ની શ્રી ગાયત્રી વિદ્યા મંદિર શાળા ના પ્રિન્સિપાલ શ્રી બેચરભાઇ અને લિહોડા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ના સી.એચ. lઓ. શ્રીમતી ઇગના બેન પટેલ અને નેહરુ યુવા કેન્દ્ર ના એ.સી.ટી. શ્રી મયંક ભાઇ રતનોત્તર હાજર રહ્યાં. સમગ્ર કાર્યક્રમ નું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક મંથન શાહ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર નેહરુ યુવા કેન્દ્રનો સ્ટાફ હાજર રહ્યો હતો