કમલનાથે CM પદના શપથ લીધાં પહેલા જ 40 હજાર કરોડનું ખેડૂતોનું દેવું માફ કર્યું.
ભોપાલ :
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા બનતા મુખ્યમંત્રી પદની કમાન માટે કમલનાથનું નામ નક્કી કરાયું છે. મધ્યપ્રદેશનાં ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના દેવામાફીનાં મુદ્દાને સમાવવામાં આવ્યો હતો.જેને લઈને મુખ્યમંત્રીના નામની જાહેરાત થયાના 24 કલાકમાં જ કમલનાથે એક ટી.વી. ચેનલ સાથેની વાતચીતમાં તેઓ 10 દિવસમાં જ ખેડૂતોનું 2 લાખ સુધીનું કુલ 40 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કરાશે તેમ જણાવ્યું હતું. કમલાનાથે કહ્યું કે જે ખેડૂતોના 2 લાખ સુધીના દેવા હશે તે ખેડૂતોના દેવા માફ થશે. જોકે પત્રકારે પુછેલા દેવાની કુલ રકમ 65 હજાર કરોડના જવાબ તેઓએ કહ્યું પ્રાથમિક તબ્બકે લગભગ 20-30 હજારનું દેવું છે તેની કુલ રકમ રૂપિયા 40 હજાર થાય છે જે માફ કરાશે.