ગાંધીનગરગુજરાત

રાજયની તમામ પાલિકાનાં હંગામી સફાઈ કર્મચારીઓને કાયમી કરો : પરેશ ધાનાણી

અમરેલી :

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ શહેરી વિકાસવિભાગનાં અગ્ર સચિવને પત્ર પાઠવીને સફાઈ કામદારોની મદદ કરવા માંગ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, નગરપાલિકાઓમાં સફાઈ કામદાર તરીકે ઘણા લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને કોઈ કારણોસર છૂટા કરવાની કાર્યવાહી ચાલી રહેલ છે. જેની સામે સમગ્ર રાજયની નગરપાલિકાઓમાં ફરજ બજાવતા સફાઈ કામદારો તરફથી વિરોધ વ્‍યકત કરેલ છે. કારણ કે, સફાઈ કામદારો નાના કર્મચારીઓ હોય અને ઘણા લાંબા સમયથી નોકરી કરતા હોય તેઓને રોજીરોટીનો ગંભીર પ્રશ્‍ન ઉભો થનાર છે. અને નિયામક નગરપાલિકા તરફથી તા. પ/પ/18નાં પરિપત્ર કરવામાં આવેલ છે તેમાં પણ મહેકમમાં ભરતી પ્રક્રિયાને લગતી સુચના આપવામાં આવેલ છે તે પરિપત્ર પણ સફાઈ કામદારો માટે અન્‍યાયકર્તા હોય રદ થવો જરૂરી છે.

વધુમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકા ઉપરાંત રાજયની તમામ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા સફાઈ કામદારોનો નોકરીનો સમયગાળો ખૂબ જ લાંબો થયેલ છે જેથી નિયમોનુસાર કાયમી કરવાના થાય છે. તેના બદલે છૂટા કરવાની કાર્યવાહી બિલકુલ ન્‍યાયોચિત નથી. કારણ કે, ફરજ બજાવતા સફાઈ કામદારો પૈકી મોટાભાગના વયનિવૃત્તિએ પહોંચેલા છે. જેથી તેઓને છૂટા કરવામાં આવે તો તેઓ બેરોજગાર થઈ જાય અને આવું કરવામાં આવે તો તમામ નગરપાલિકાઓના સફાઈ કામદારોને ખૂબ જ અન્‍યાયથશે. માટે તેઓને છૂટા નહીં કરતા કાયમી કરવાની કાર્યવાહી કરવી. સ્‍વચ્‍છ ભારત અભિયાન ચાલી રહેલ છે તેવા સંજોગોમાં સફાઈ કામદારોને છૂટા કરી આઉટ સોર્સીંગથી આ કામગીરી કરાવવાથી એજન્‍સીઓ આ કામદારો પાસેથી જ કામ લેશે અને તેઓનું શોષણ થશે. અગાઉ સરકારે દોલતરાય કમિટીની રચના કરી પંચાયત અને બાંધકામ વિભાગના રોજમદારોને છૂટા નહીં કરતાં કાયમી કરેલ હતા. જેથી પ્રસતુત કિસ્‍સામાં પણ ગંભીરતાપૂર્વક વિચારણા કરી સફાઈ કામદારોને છૂટા કરવાનો નિર્ણય નહીં કરવા અને સફાઈ કામદારોને છૂટા કરવાથી અમરેલી ઉપરાંત રાજયની તમામ નગરપાલિકાઓના પ્રજાજનોની મુશ્‍કેલીમાં વધારો થશે. માટે આવી સ્‍થિતિનું નિર્માણ ન થાય તે માટે સરકાર કક્ષાએથી નિયમાનુસાર તુર્ત જ નિર્ણય થવા અંતમાં માંગ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x