શ્રી હિંમતનગર હાઇસ્કુલ હિંમતનગરમા ગ્રાહક જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો
શ્રી હિંમતનગર હાઇસ્કુલ, હિંમતનગર ખાતે વિદ્યાર્થીઓ ગ્રાહક જાગૃતિ આંદોલનથી પરિચિત થાય અને પોતે એક જાગૃત ગ્રાહક બને અને કોઈ જગ્યાએ છેતરાય નહીં તે માટે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો જેમા હિંમત હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલ એવા પ્રીતિબેન પંડ્યા કે જેઓ ભારતીય કન્ઝ્યુમર ફેડરેશનના સીઈઓ અને પ્રેસિડેન્ટ પણ છે તથા ગ્રાહક સુરક્ષા અદાલતના જજ તરીકે પણ ૧૦ વર્ષ સેવાઓ આપેલી છે તેમજ વિવિધ રાષ્ટ્રીય સમિતિઓની અંદર સભ્ય તરીકે સેવાઓ પણ આપે છે એવા પ્રીતિબેન પંડ્યાએ વિદ્યાર્થીઓને ગ્રાહક એટલે શું? ગ્રાહકની ફરજો શું છે? ગ્રાહક તરીકેના અધિકાર શું છે? અને કેવી રીતે પોતે છેતરાવુ ન જોઈએ ? અને જો છેતરાયા હોય તો કેવી રીતે ગ્રાહક અદાલતના દ્વાર ખખડાવી અને પોતાને ન્યાય મળે તે માટે શું કરવું જોઈએ ? તે અંગેની વિસ્તૃત અને ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી તેઓ હિંમત હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાથી શાળાના સ્ત્રી શિક્ષિકા બહેનો દ્વારા તેમનુ શાલ ઓઢાડીને સન્માન પણ કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે ગ્રાહક જાગૃતિ સંદર્ભે પ્રદર્શન પણ યોજવામા આવ્યુ હતુ તમામ વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો હતો. શાળાના આચાર્ય એસ.એસ. પટેલે તેમનો આવકાર અને પરિચય કરાવી અને સ્વાગત કર્યું હતુ