વડાલી તાલુકાના ધામડી ખાતે ચાલતા અન્નક્ષેત્ર દ્રારા અનોખી પહેલ…
ધામડી ખાતે ચાલતા અન્નક્ષેત્ર આશ્રમ ખાતે દર રવિવારે વડીલો યોજતા હોય છે સત્સંગ…
દશ જેટલા વૃદ્ધ વડીલોથી શરૂ કરાયેલ અન્નક્ષેત્રમા આશરે સાતસો કરતા પણ વધુ વડીલો આવે છે સત્સંગ કાર્યક્ર્મમા…
દર રવિવારે વડિલો ભેગા મળીને સત્સંગ થકી અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે…
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ખાતે વર્ષોથી ચાલતા વડીલોનો વૃંદાવન કાર્યકમ દર રવિવારે ઉજવાય છે ૧૦ જેટલા વડીલોની હાજરીમા શરૂ કરવામા આવેલ અન્નક્ષેત્ર વડીલોનો વૃંદાવન કાર્યકમમા આજે ૭૦૦ થી પણ વધુ વડીલો દર રવિવારે આવતા હોય છે અને વડીલો સત્સંગ કરી પોતાના ઘડપણનો સમય પુજા અર્ચનામા વિતાવતા હોય છે ત્યારે ધામડી ગામ ખાતે ચાલતા અન્નક્ષેત્ર આશ્રમ વડીલોના વૃંદાવન કાર્યકમ થકી નવા વર્ષના પ્રથમ દિવસથી સાત દિવસ સુધી ગામમા ભાગવત કથાનુ આયોજન કરવામા આવ્યુ છે ત્યારે કથામા આવનાર દાનને એકત્રિત કરી વર્ષોથી ચાલતા અન્નક્ષેત્ર આશ્રમ વડીલોના વૃંદાવન કાર્યકમમા આપવાનુ નક્કી કરાયુ છે ત્યારે કથાના પ્રથમ દિવસે ડી.જે અને બગી સાથે ગામમા પોથી અને કળશ યાત્રા નિકળી હતી ત્યારે યાત્રામા માથે કળશ લઈ સાફા બાંધીને મોટી સંખ્યામા મહિલાઓ જોડાઈ હતી અને આ શોભાયાત્રા ધામડી ગામમા ફરી હતી જેમા પુરુષોએ પણ યાત્રામા જોડાઈ આખા ગામનુ વાતાવરણ ભક્તિમય બનાવ્યુ હતુ ત્યારે કથાના પ્રથમ દિવસેથી અંતિમ દિવસ સુધી કથામા આવતા ભક્તો માટે ખાસ પ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ છે ત્યારે કથાના યજમાન જયંતીભાઈ પટેલે વડાલી તાલુકા અને શહેર સહિતના ભક્તોને મોટી સંખ્યામાં કથાનો લાભ લેવા આમંત્રણ પણ પાઠવ્યુ હતુ આ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ,આગેવાનો પણ ભાગવત કથાનો લાભ લેશે તેમ જણાવ્યુ હતુ……..