ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકામાં વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટની તૈયારી

ગાંધીનગર મહાનગરપાલિકાની નવી ટર્મનું બીજું બજેટ અને વર્તમાન મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગળેનું પ્રથમ બજેટ તૈયાર થઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મામલે વિવિધ વિભાગો સાથે ચર્ચા કરીને બજેટનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2023-24નું આ ડ્રાફ્ટ બજેટ પણ ગત વર્ષ કરતા 20 થી 25% વધુ હોવાનો અંદાજ છે.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 5 જાન્યુઆરીને ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આશરે રૂ.650 થી 700 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં નવનિયુક્ત ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોને અગ્રતા આપવામાં આવશે.

ગાંધીનગર શહેર તેમજ નવા ઉમેરાયેલા વિસ્તારમાંથી અલગથી વેરો વસૂલવામાં આવી રહ્યો છે, જેના કારણે કોર્પોરેશનની આવકમાં વધારો થયો છે. જેના કારણે આ વખતે કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ 650 થી 700 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. તેમજ ગાંધીનગર શહેર તેમજ નવા ઉમેરાતા ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કામોને પ્રાથમિકતા આપવામાં આવશે.
આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. જે બાદ સ્થાયી સમિતિ દ્વારા તેમાં સુધારા વધારા કરવામાં આવશે. આ માટે કોર્પોરેટરોના સૂચનો પણ લેવામાં આવશે અને ત્યારબાદ બજેટને સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે. ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે. આ તબક્કે કોર્પોરેશન દ્વારા બજેટમાં કોઈ નવો વેરો લાગુ કરવામાં આવશે કે કેમ તે જાણી શકાયું નથી. ત્યારે વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટને લઈને કોર્પોરેશનમાં છેલ્લી ઘડીથી તૈયારીઓ ચાલી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *