સાણોદા ગામમાં ગુજરાત વિદ્યાપીઠ સાદરા ની રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું આયોજન કરાયું
સાણોદા ગામમાં ગૂજરાત વિદ્યાપીઠ સાદરા ની રાષ્ટ્રીય સેવા યોજના શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ ( બી.એ&એમ.એ) વિભાગનાં રાષ્ટ્રીય સેવા યોજના એકમની વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ સાણોદા ગામે ભકિત સેવા સમાજ આશ્રમનાં પરિસરમાં તા:1 જાન્યુઆરી 2023નાં રોજ રવિવારે સાંજે 4 કલાકે યોજાયો. રાષ્ટ્રીય સેવા યોજના એ ભારત સરકારનાં યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા યુવાનોમાં સેવા અને સાંસ્કૃતિક નિસ્બતનાં ગુણોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી ચાલતી યોજના છે. જેમાં વર્ષ દરમ્યાન સેવા,સફાઈ ,આપાત્તકાલીન સામાજિક જરુરયાતો અને વૈશ્વિક તથા સ્થાનિક સમસ્યાઓને લઈને સમાજમાં જાગૃતિ આવે તે માટેનાં વૈવિધ્યસભર કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે. આ યોજના અંતર્ગત એક અઠવાડિક શિબિરનું પણ આયોજન થાય છે,જેમાં સ્વંયસેવક વિદ્યાર્થીઓ એક અઠવાડિયા સુધી કોઈપણ એક ગામમાં રહી ગ્રામસફાઈ અને વિવિધ જાગૃતિનાં કાર્યક્રમો કરી ગ્રામજીવનનો પ્રથમદર્શી અનુભવ પ્રાપ્ત કરે છે.
આ પ્રકારની એક શિબિર દહેગામ તાલુકાનાં સાણોદા ગામે યોજાઈ છે. તેનાં ઉદ્ધઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભકિત સેવા સમાજ આશ્રમનાં ગાદીપતિ શ્રી ભરતરામ મહારાજ અને અધ્યક્ષ તરીકે સંયોજકશ્રી ડૉ.રાજેન્દ્ર જોશી ઉપસ્થિત રહ્યા હતા.ગામનાં પ્રથમ નાગરિક સરપંચશ્રીનાં પ્રતિનિધિ તરીકે શ્રી જસવંતસિંહ ચૌહાણે હાજરી આપી સૌને હ્રદયભાવપૂર્વક આવકાર્યા હતા. શ્રી બળદેવ મોરીએ શિબિર સંચાલક તરીકે આ ગ્રામશિબિરની ઊંડાણપૂર્વકની રુપરેખા આપી હતી. ડૉ.રાજેન્દ્ર જોશીએ વિદ્યાર્થીઓને નિષ્ઠા,સ્વંયશિસ્ત અને જવાબદારીપૂર્વક ગામમાં કાર્ય કરવાની શીખ આપી હતી, ડૉ.કનુ વસાવાએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુરબ્બી શ્રી ભરતરામ મહારાજે વિદ્યાર્થીઓને આશીર્વચન આપી ગામનાં સહકારની બાંહેધરી આપી હતી.કાર્યકમ અધિકારી ડૉ.મોતીભાઈ દેવુએ આભારદર્શન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કાર્યક્રમ અધિકારી શ્રી ડૉ.દિવ્યેશ ભટ્ટે કર્યું હતુ શિબિરને સફળ બનાવવા શ્રી વિશાલભાઈ માંગરોલિયા,શ્રી જયેશભાઈ રાવલ અને વસંતીબેન પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે