ગુજરાત

ભાજપ નેતાએ ઉર્ફી સામે નોંધાવી પોલીસ ફરિયાદ, ગુસ્સે થઈ ઉર્ફી બોલી- જેલ જવા તૈયાર

વર્ષ ભલે બદલાઇ ગયું છે, પરંતુ ઉર્ફી જાવેદની મુશ્કેલીઓ આજે પણ કાયમ છે. નવા વર્ષની શરૂઆત સાથે જ તેના નામની એક નવી ફરિયાદ પોલીસમાં નોંધાઇ ચૂકી છે. આ ફરિયાદ મહારાષ્ટÙના ભારતીય જનતા પાટીના મહિલા મોરચાના અધ્યક્ષ ચિત્રા વાઘે કરી છે. ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફરિયાદ મુંબઇના માર્ગો પર ન્યૂડિટી ફેલાવવાને લઇને કરવામાં આવી છે. આ ફરિયાદ પર હવે એક્ટ્રેસનું રીએક્શન પણ આવી ગયું છે. આ આખા મામલાથી ઉર્ફી જાવેદ ખૂબ ગુસ્સામાં છે.

ઇન્સ્ટાગ્રામ પણ તેણે ઘણી બધી સ્ટોરી શેર કરી છે. તેની સાથે જ ચિત્રા વાઘને ઘણું બધુ સંભળાવી દીધું છે. તેણે લખ્યું કે, હું કોઇ ટ્રાયલ અને બીજી બકવાસમાં નહીં પડું. હું અત્યારે જેલમાં જવા તૈયાર છું, જા તમે પોતાની અને પોતાના પરિવારના સભ્યોની સંપત્તિનો ખુલાસો કરો છો. દુનિયાને બતાવો કે એક નેતા કેટલી કમાણી કરે છે અને ક્યાંથી કમાણી થાય છે. અને એ પણ કહી દઉં કે સમય-સમય પર પોતાની પાર્ટીના ઘણા પુરુષોના શોષણના આરોપ લાગ્યા છે, ત્યારે મેં ચિત્રા વાઘ તમને એ †ીઓ માટે એમ કરતા જાયા નથી.
પોતાની વધુ એક સ્ટોરીમાં ઉર્ફી જાવેદે લખ્યું છે કે, વધુ એક નેતા તરફથી પોલીસ ફરિયાદ સાથે મેં નવા વર્ષની શરૂઆત કરી છે. અસલી કામ નથી આ નેતાઓ પાસે. શું આ નેતા લોકો અને વકીલ બેવકૂફ છે. સંવિધાનમાં એવી કોઇ કલમ નથી જે મને જેલ પહોંચાડી શકે. અશ્લીલતા અને ન્યૂડિટીની પરિભાષા દરેક વ્યÂક્તના હિસાબે બદલાય છે. જા મારા શરીરના અંગ દેખાઇ રહ્યા નથી, તો તમે મને જેલ નહીં મોકલી શકો. તેણે આગળ લખ્યું કે, આ લોકો આ બધી મીડિયાની અટેન્શન માટે કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદ આગળ લખે છે કે, મારી પાસે તમારા માટે સારો આઇડિયા છે ચિત્રા વાઘ. તમે મુંબઇમાં હ્યુમન ટ્રાફિકિંગ અને સેક્સ ટ્રાફિકિંગ રોકવા માટે કંઇ કેમ નથી કરતા. તે ગેરકાયદેસર ડાન્સ બાર બંધ કરાવો ને. ગેર કાયદેસર રૂપે થઇ રહેલી વૈશ્યાવૃતિ બાબતે કંઇક કરો, જે મુંબઇમાં દરેક જગ્યાએ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *