ગુજરાત

બિગ બોસના ઘરમાં સાજિદ ખાને અબ્દુને આપી સલાહ, કહ્યું ટીના અને પ્રિયંકાથી દૂર રહો

બિગ બોસના ઘરમાં ઘણીવાર કેમેરા માટે મિત્રતા અને પ્રેમ થાય છે. જાકે શોમાં ટકી રહેવા માટે કેટલીક મિત્રતા પણ કરવામાં આવે છે. મીન ફ્રેન્ડશિપ દરેક સિઝનમાં જાવા મળે છે અને કેટલાક મિત્રો એવા પણ બને છે જે શો પૂરો થયા પછી પણ સાથે રહે છે. આવી Âસ્થતિમાં, જા આપણે બિગ બોસ ૧૬ વિશે વાત કરીએ, તો આ સીઝનમાં, સંબંધો અને તેમના નામ ઘણીવાર બદલાતા જાવા મળે છે.

આવી Âસ્થતિમાં, નવા વર્ષના અવસર પર, બિગ બોસની કોઈપણ સીઝનમાં પ્રથમ વખત જાવા મળ્યું હતું, જ્યારે ઘરની અંદર લાઇવ શો હોસ્ટ કરવામાં આવ્યો હતો. એમસી સ્ટેન અને અન્ય તમામ રેપર્સે એક પછી એક પરફોર્મન્સ આપ્યું હતું. બહારથી આવેલા ચાહકોએ પણ ભરપૂર આનંદ માણ્યો હતો. બીજી તરફ અંકિત ગુપ્તા જ્યારથી શોમાંથી બહાર છે ત્યારથી પ્રિયંકા ઘણી એકલી પડી ગઈ છે. આવી Âસ્થતિમાં, તે જેની સાથે પણ વાત કરે છે, અર્ચના, સૌંદર્યા અને સાજિદને લાગે છે કે તે કેમેરામાં અને શોમાં રહેવા માટે આવું કરી રહી છે.
પહેલા એવું જાવામાં આવ્યું છે કે અબ્દુ પ્રિયંકા સાથે સમય પસાર કરવા લાગ્યો છે. તે તેની સાથે વાત કરે છે અને જ્યારે પ્રિયંકા નારાજ થાય છે ત્યારે તે તેને પ્રોત્સાહિત પણ કરે છે. આવી Âસ્થતિમાં, બંને વચ્ચેના વધતા બંધનને જાઈને, સાજિદ અબ્દુને કહે છે કે જા તે તેના પર વિશ્વાસ કરે છે, તો તેણે પ્રિયંકા અને ટીનાથી અંતર રાખવું જાઈએ. સાજિદ ખાન એમ પણ કહે છે કે પ્રિયંકા અને અર્ચના તેના ચાહકોનો ટેકો મેળવવા માટે અબ્દુ સાથેની મિત્રતા વધારી રહી છે.
જેના માટે અબ્દુ કહે છે કે તે જાણે છે. તે પ્રિયંકા અને ટીના સાથે માત્ર એટલા માટે વાત કરે છે કારણ કે તેઓ બિગ બોસના ઘરમાં છે. તેઓ તેની સાથે બહાર વાત પણ નહીં કરે. સાજીદની સાથે અર્ચના અને સૌંદર્યા પણ પ્રિયંકાની અબ્દુ સાથેની વધતી જતી દોસ્તી જાઈને કહે છે કે આ માત્ર વોટ બેંક માટે થઈ રહ્યું છે. જે બાદ પ્રિયંકા તેની સાથે ઝઘડો કરે છે. પ્રિયંકા ટીનાને કહે છે કે તેણે ક્યારેય અબ્દુ સાથે વોટ માટે વાત કરી નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *