ગાંધીનગરમાં પ્રથમવાર હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન: ૫ થી ૧૧ જાન્યુઆરીંએ હરીક્રુષ્ણદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે
ગાંધીનગરમાં પ્રથમવાર શ્રી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી હનુમાન ચાલીસા કથા ૫ થી ૧૧ જાન્યુઆરીએ રાત્રે ૮.૩૦ થી ૧૧ કલાક સુધી કુડાસણમાં રિલાયન્સ ચોકડી પાસે કાનમ પાર્ટી પ્લોટમાં યોજાશે.
શ્રી હનુમાન ચાલીસા કથાનું શ્રી કષ્ટભંજનદેવ મંદિર, સારંગપુરનાં મહંત સ્વામી પૂ. હરીક્રુષ્ણદાસજી સ્વામીનાં વ્યાસ પીઠે રસપાન કરાવાશે. આ પ્રસંગે ૫ જાન્યુઆરીંએ સાંજે ૪ કલાકે રાધે હોમ્સમાંથી પોથિયાત્રા નીકળી કથાના સ્થળે પહોંચશે. જ્યાં ૮.૩૦થી કથા પ્રારંભ થશે. આ મહોત્સવ દરમિયાન ૭ મીએ હનુમાન જન્મોત્સવ અને અન્નકૂટ યોજાશે. આ સાથે બાલ પ્રભુ વેશભૂષા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ કથામાં ૧૦મીંએ ૨૧૦૦ દીવડાની સમૂહ આરતી તેમજ ૧૧ મીએ સંત પૂજન અને બ્રહ્મ ભોજન યોજાશે. આ કથાના ઉદ્ઘાટન પ્રસંગે ગ્રુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને રીટાંબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કથામાં મુખ્યમંત્રી અને રાજયપાલ પણ ઉપસ્થિત રહેશે.