રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા સાણોદા ગામે પ્રાકૃતિક ખેતી નિદર્શન કાર્યક્રમ યોજાયો
મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ ગૂજરાત વિદ્યાપીઠ સાદરાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્રારા આયોજિત સાણોદા ગામમાં રાષ્ટ્રીય સેવા યોજનાની ગ્રામશિબિરના ત્રીજા દિવસે સ્વંયસેવકો માટે ગામના આધુનિક અને પ્રાકૃતિક ખેતીક્ષેત્ર દ્રષ્ટિવંત ખેડૂત યુવાન પીન્ટુભાઈ પટેલના ફાર્મહાઉસમાં એક્ ખેતી નિદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં તેમણે બટાટાની આધુનિક ખેતી,તેની વાવણી અને લણણી પધ્ધતિ,તેની વિવિધ જાતો, રોગો,રોગનિયંત્રણો,તેના પાકવેચાણ વ્યવસ્થા,બજારની વ્યવસ્થા, તેનાં આધુનિક સાધનો જેવા કે રૉટોવેટર,હાર્વેસ્ટીંગ,દવાના પંપ તેની મજૂરવ્યવસ્થા,પાકનો સમયગાળો વગેરે વિશે વિદ્યાર્થીઓને રસપૂર્વક માહિતી આપી હતી વિદ્યાર્થીમિત્રોએ પણ પ્રશ્નોત્તરી કરીને દહેગામ તાલુકાની ખેતી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી આ પ્રસંગે પ્રોગ્રામ અધિકારી ડૉ.દિવ્યેશ ભટ્ટે ખેડૂત મિત્ર પીન્ટુ ભાઈનું વિદ્યાપીઠની પરંપરાનુસાર સૂત્રની આંટીથી સ્વાગત કર્યું હતું, કાર્યક્રમ અધિકારી ડૉ.મોતીભાઈ દેવુંએ તેમનો પરિચય આપ્યો હતો તો વિશાલભાઈ માંગરોલિયા, જયેશભાઇ રાવલ,ગૃહમાતા વાસંતીબેન ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનાં અંતે શિબિરસંચાલક પ્રા.બળદેવ મોરીએ આભારવિધી કરી, આ પ્રસંગને સફળ બનાવવા ગામના આગેવાન કમલેશભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી, સૌ સ્વંયસેવકો હાજર રહ્યા હતા. શિબિર મંત્રી ભાવિન રાઉત, પ્રિતિકા, ધ્રુવી વગેરે મંત્રી મંડળ સતત વિવિધ કાર્યક્રમો ના આયોજન દ્વારા શિબિરને સફળ બનાવી રહ્યા છે.