સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગર દ્વારા બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશન યોજાશે
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર ખાતે બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશનનું આયોજન સેકટર-12માં આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર કેમ્પસ ખાતે તારીખ 6 અને 7 જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ 120 જેટલાં મોડલ પ્રસ્તુત કરશે. બે દિવસ દરમ્યાન શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નગરજનો પણ આ વિજ્ઞાન પ્રદર્શનીનો લાભ લઈ શકશે. સદર પ્રદર્શનીનું ઉદઘાટન સવારે 9.00 કલાકે કડી સર્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ એમ. પટેલ અને ગુજકોસ્ટ અને સાયન્સ સીટી, અમદાવાદના એડવા ઈઝર નરોત્તમ સાહુના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે આપશ્રી તથા આપશ્રીના પ્રતિનિધિને કાર્યક્રમમાં હાજરી આપવા સહસ્નેહ વિનંતી છે.