ગુજરાતની BJP સરકાર ખેડૂતોનું દેવું માફ નહીં કરે ! : નીતિન પટેલ
ગાંધીનગર:
નીતિન પટેલે આજે ખેડૂતોના દેવા માફી અંગે ગાંધીનગરમાં મીડિયાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોને 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપી અને એક લાખ નવા કનેક્શન આપી થોડા સમયમાં 900 કરોડ રૂપિયાનું ભારણ ઉપાડ્યું છે એટલે ગુજરાતમાં અલગ પદ્ધતિથી સરકાર ખેડૂતોને સુખી કરવા ઈચ્છે છે, પણ તે માત્ર દેવા માફીથી નહીં. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં રવી પાકનું નર્મદા કમાનમાં કપાસનું વાવેતર થયું છે, નર્મદા કમાનના છેક કચ્છ સુધી આપણે ખેડૂતોને પાણી પહોંચાડ્યું છે અને પૂરે પૂરું પાણી તેમને પાક ઉઘાડવા માટે સરકારે પાણી આપ્યું છે. લાખો ખેડૂતોને સરકારે નવા કનેક્શન આપ્યા છે, ખેડૂતોને 8 કલાકની જગ્યાએ સરકારે 10 કલાક વીજળી આપી છે અને આ સમયગાળાનું 900 કરોડ રૂપિયાનનું ભારણ સરકાર પર આવ્યું છે એ અમે ઉપાડ્યું છે. આ બધું જ અમે કરીએ છીએ ડ્રીપ ઇરીગેશનમાં આખા ભારતમાં ગુજરાત આગળ છે. આ બધું ખેડૂતને કાયમી રીતે, દેવું માફ કરવાનું એક વાર હોય છે, પણ ખેડૂત સુખી થાય, ખેડૂત સુરક્ષિત થાય એની પાયાની જરૂરિયાત સંતોષાય તો કાયમી સુખી થાય એટલે અમે અમારી જુદા પ્રકારની પદ્ધતિથી ખેડૂતને સુખી કરવા ઇચ્છીએ છીએ. પાણી મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું કે આપણા રાજ્યમાં પાણીની સ્થિતિ અલગ છે જ્યારે અસમ અને ઉત્તરપ્રદેશમાં પાણીના તળ ૨૦થી ૨૫ ફૂટ છે.