મનોરંજન

શિવાંગી-મોહસિનની જોડી ફરી સાથે જોવા મળશે! મેકર્સે કહ્યું- ‘થુ થુ થુ’

નાના પડદાની ફેમસ સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ દરેક ઘરમાં જાવા મળતો શો છે. આ સીરિયલથી ઘણા સ્ટાર્સને સારી જગ્યા મળી છે. લાંબા સમય સુધી દરેકનું મનોરંજન કરતી આ સિરિયલ લોકોના દિલ પર રાજ કરે છે. ચાહકોને પણ કાર્તિક અને નાયરા એટલે કે શિવાંગી જાશી અને મોહસીન ખાન ગમે છે, જે આ શોની પ્રખ્યાત જાડી છે. તેમના ચાહકો આ બંનેને સાથે જાવાનું પસંદ કરે છે.

જ્યારે સમાચાર આવ્યા કે શિવાંગી અને મોહસીન શો છોડી રહ્યા છે, ત્યારે જાડીના ચાહકો સંપૂર્ણ રીતે નિરાશ થઈ ગયા હતા. આ બંને સિરિયલનો જીવ હતા. બંનેની કેમેસ્ટ્રી બધાને ગમી હતી. શો છોડ્યા પછી પણ ચાહકો આ જાડીને એકસાથે જાવાની રાહ જાઈ રહ્યા છે. દરમિયાન, શોના નિર્માતાઓએ એક પોસ્ટ શેર કરી છે. જેણે તમામ ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.
વાસ્તવમાં, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના નિર્માતા રાજન શાહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર તસવીરોનો કોલાજ શેર કર્યો છે. તસવીરોમાં શિવાંગી અને મોહસીન અને શોના ડાયરેક્ટર નજરે પડે છે. આ તસવીરો શેર કરતા રાજન શાહીએ લખ્યું, “હેપ્પી કાઈરા ડે, ૬ જાન્યુઆરી ૨૦૨૩, થુ થુ થુ”. આ પોસ્ટ સામે આવ્યા બાદ દરેક વ્યÂક્ત જાણવા માંગે છે કે શું આ જાડી ફરી એકવાર સાથે આવવાની છે. જા કે, અત્યાર સુધી મેકર્સે આવી કોઈ જાહેરાત કરી નથી.
રાજન શાહી સારી રીતે જાણે છે કે ચાહકો કાર્તિક અને નાયરાને સાથે જાવા માટે આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. તેમને વારંવાર પૂછવામાં આવે છે કે શું આ જાડી ફરીથી સાથે જાવા મળશે. જા કે રાજન શાહી આ અંગે કંઈ ખાસ બોલતા જાવા મળતા નથી. તમને જણાવી દઈએ કે, કાર્તિક અને નાયરા બનીને શિવાંગ અને મોહસીને ૬ વર્ષ સુધી લોકોના દિલ પર રાજ કર્યું. બંનેને બેસ્ટ જાડી માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x