ચિલોડાની ઓમ લેન્ડમાર્ક સ્કૂલની 30 વર્ષીય મહિલા પ્રિન્સિપાલ અઠવાડિયાથી ઘરેથી થઈ લાપતા
ગાંધીનગર જિલ્લાના ચીલોડા ખાતે આવેલ ઓમ લેન્ડ સ્કૂલનાં પ્રિન્સિપાલ રહસ્યમય રીતે લાપતા થયા હતા. મળેલી વિગતો પ્રમાણે મહિલા આચાર્ય એક સપ્તાહત અગાઉ ઘરેથી ડભોડા હનુમાનજી મંદિરે દર્શન કરવાનું કહીને નીકળ્યા પછી લાપતા થયા હતા. 30 વર્ષીય પ્રિન્સિપાલ અચાનક ગુમ થઈ ગયા હતા. એક સપ્તાહથી પત્નીનો કયાંય પત્તો નહીં લાગતાં આખરે પતિએ ચીલોડા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી છે. ચીલોડાની ઓમ લેન્ડ માર્ક સ્કૂલની મહિલા પ્રિન્સિપાલ રહસ્ય રીતે એક સપ્તાહથી લાપતા થતાં અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. આ અંગે ચીલોડા પોલીસ મથકના એએસઆઇ કાંતિભાઈ રાવળે જણાવ્યું હતું કે, મૂળ ડુંગરપુરનાં ગામડા ગામના વતની રિશીરાજસિંહ ચૌહાણ હાલમાં ગાંધીનગરના પાલજ ગામ બાલાજી ઓએસીસ ફ્લેટમાં રહે છે. લાપતા થયેલ મહિલા આચાર્યના પરિવારમાં પતિ અને બે નાના દીકરા છે. જ્યારે પતિ રિશીરાજસિંહ ગુજરાત ટુરીઝમમાં ગાઈડ તરીકે નોકરી કરે છે. ગત તારીખ 31 મી ડિસેમ્બરની સવારના સમયે અર્પિતાબેન ઘરેથી ડભોડા હનુમાનજી મંદિરે દર્શન કરવાનું કહીને નીકળ્યા બાદ ઘરે આવ્યા નથી હતા. મોડે સુધી પત્ની ઘરે પરત નહીં ફરતા પતિએ શોધખોળ શરૂ કરી હતી. આખરે રિશીરાજે પત્ની ગુમ થયાની જાણવા જોગ અરજી આપતા ચીલોડા પોલીસ દ્વારા શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે વધુમાં એ.એસ.આઈ કાંતિભાઈએ જણાવ્યું છે કે, છેલ્લા સપ્તાહથી અમે અર્પિતાની શોધખોળ કરતા હતા. આજે બપોર પછી અચાનક જ અર્પિતા પોલીસ મથકે સામેથી હાજર થઈ ગઈ છે. જેની પ્રાથમિક પૂછપરછમાં અર્પિતા સારંગપુરનાં હનુમાન ગઈ હતી. તો વળી સુરતમાં સગાના ત્યાં રહેતી હોવાનું પણ કહી રહી છે. તો પતિ સાથે ઝગડો થયો હોવાનું પણ કહી રહી છે. હાલ અમે પૂછતાંછ કરી રહ્યા છે. જેનું નિવેદન લીધા પછી કયા સંજોગોમાં ગૃહ ત્યાગ કર્યો હતો એની સઘળી હકીકત બહાર આવશે.