રાષ્ટ્રીય સેવા યોજના ગ્રામશિબિર સાણોદા:વ્યસનમૂકિત રેલી અને શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો:
આજે મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આયોજિત ગ્રામશિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો તા.૦૧/૦૧/૨૦૨૩ને રવિવારે પ્રારંભ થયેલી આ ગ્રામશિબિર તા ૦૭/૦૧/૨૦૨૩ને શનિવારે તેના અંતિમ મુકામે પહોંચી કાર્યક્રમની શરૂઆત ભક્તિ સેવા આશ્રમના પ્રાંગણમાં થઈ કાર્યક્રમનો પ્રારંભ શિબિરાર્થીઓ દ્વારા પ્રાર્થના અને ભજનથી થયો તો પછી કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના કુલસચિવ શ્રી ડૉ.નિખિલભાઈ તેમજ ભક્તિ સેવા આશ્રમમાં ગુરૂવારસ શ્રી ભરતરામ મહારાજ તેમજ સરપંચ શ્રી અને અન્ય આગેવાનો શ્રી કમલેશભાઈ પટેલ, રમણભાઈ ડેલીગૅટ, હિંમતભાઈ,પૂનમદાદા,ભદ્રેશભાઈ વગેરેનો ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા અનુસાર સૂત્રની આંટી અને રેંટિયાના પ્રતીક દ્વારા સમ્માન કરાયું આ પ્રસંગે ઉપસ્થિત ભરતરામ મહારાજે આશીર્વચન આપ્યા તો શિબિરાર્થી સર્વેશ્રી ભાવિન રાઉત,ધ્રુવિબા ચૌહાણે તેમના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા તો શિબિર સંચાલક પ્રા.બળદેવ મોરીએ શિબિરમાં સાત દિવસ દરમિયાન કરેલા વિવિધ કાર્યક્રમો જેવા કે મેડિકલ કેમ્પ,હૉમ સ્ટે, પ્રાકૃતિક ખેતી નિદર્શન કાર્યક્રમ, લોકસંપર્ક, નિયમિત શ્રમકાર્ય, પ્રભાતફેરી, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન તેમજ વિવિધ ચાર્ટનિદર્શન તેમજ સાંસ્કૃતિક તેમજ સંસ્કાર કાર્યક્રમ વિશે વિગતે વાતો કરી હતી,આ પ્રસંગે ખાસ ઉપસ્થિત આજના મુખ્ય મહેમાન શ્રી નિખિલભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને આવી પરમભૂમિ ઉપર આયોજિત ગ્રામશિબિરની સફળતા, કરેલાં કાર્યક્રમથી વ્યક્તિત્વ વિકાસ તેમજ ગૂજરાત વિદ્યાપીઠના સફાઈ અને સ્વચ્છતા અંગેના એક સ્ટાર્ટઅપ કાર્યક્રમ વિશે વિદ્યાર્થીઓને અને ગ્રામજનોને જોડાવા અને એપ્લીકેશન ડાઉનલોડ કરીને આર્થિક રોજગારીની મહત્તા વિશે વિગતે વાતો કરી હતી તેમજ અંતમાં તેમણે વિદ્યાર્થીઓને આજથી સાચી શિબિર શરૂ થાય છે તે અને ગામલોકો સાથે કાયમી નાતો ઊભો કરવા વિશે જણાવીને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન ડૉ.દિવ્યેશ ભટ્ટે તેમજ આભારવિધી ડૉ.મોતી દેવું એ કરી હતી. સાથે આજે શિબિરના છેલ્લા દિવસે સ્વંયસેવકો દ્વારા ગામમાં એક વ્યસનમુક્તિ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેનું સમાપન કુલસચિવ ડૉ.નિખીલભાઈ ભટ્ટે કરાવ્યું હતું આ રેલીનું સંપૂર્ણ આયોજન ડૉ.મોતી દેવુ અને ડૉ.દિવ્યેશ ભટ્ટે કર્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામના વડીલો તેમજ સંયોજક ડૉ.રાજેન્દ્ર જોશી,સહસંયોજક ડૉ.કનુ વસાવા, વિશાલભાઈ માંગરોલિયા, સ્મિતાબેન ગામીત, જયેશભાઇ રાવલ , જીતુભાઈ સોલંકી તેમજ સર્વે સ્ટાફ મિત્રોએ શિબિર દરમિયાન ઉપસ્થિત રહીને શિબિરને સફળ બનાવવા અથાગ મહેનત કરી હતી કાર્યક્રમના અંતે ગૂજરાત વિદ્યાપીઠનુ સંઘગાન “એક જ ડાળના પંખી” ગાઈને સૌ સ્વંયસેવકો આને મહમાનો છુટા પડ્યા હતા