ગાંધીનગરગુજરાત

મોડેલ રોકેટ વર્કશોપ : એમ બી પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ માટે રોકેટ બનાવવા અને લોન્ચ કરવાનું શીખવાનો અનુભવ

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી ગાંધીનગર – સંચાલિત એમ બી પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ને નીતિ આયોગ, ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થયેલ અટલ લેબમાં આજે 7 જાન્યુઆરી 2023 આશરે 60 વિદ્યાર્થીઓ માટે  મોડેલ રોકેટરી વર્કશોપ – વિક્રમ કે સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) અમદાવાદ અને  Kostwein India Company Pvt. Ltd. (KICPL) ના સહયોગથી યોજવામાં આવેલ.

આ વર્કશોપ સવારે 9:00 થી 4;30 સુધી રાખવામાં આવેલ. દિવસની શરૂઆત ઉષ્મા ભર્યા સ્વાગત સાથે થઈ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહિત હતા. જેમાં VASCSC થી મોડેલ રોકેટરી માં ખૂબ નિષ્ણાંત ટીમ શ્રી અવિક દાસગુપ્તા સર : પ્રોગ્રામ ઓફિસર  – સાયન્ટિસ્ટ,  શ્રી ઝીલ પટેલ સર : સાયન્સ કમ્યુનિકેટર અને શ્રી વિસ્મય મોરી સર : સાયન્સ કમ્યુનિકેટર દ્વારા પ્રથમ રોકેટના ઇતિહાસ અને મૂળ સિદ્ધાંતો પર જેમાં રોકેટ કામ કરે છે તેની સમજણ આપવામાં આવી. ત્યારબાદ સરળતાથી મળી શકે તેવી સામગ્રીનો ઉપયોગ કરીને મોડેલ રોકેટ (કાર્ડબોર્ડ અને પ્લાસ્ટિકના ભાગોમાંથી બનેલા નાના હળવા વજનના રોકેટ) બનાવવામાં આવ્યા. તેઓ તમામ સંબંધીત જથ્થાઓની પણ ગણતરી કરે છે જેમ કે રોકેટની ડિઝાઇન રોકેટની ડિઝાઇન ની મજબૂતાઈ અને લાક્ષણિકતા અને તેનું પરીક્ષણ કરે છે અને પછી લોન્ચ કરવામાં હાથથી શીખવાનો અનુભવ થયો. ઘરમાં વપરાતી સાવ સામાન્ય સામગ્રીનો શ્રેષ્ઠ ઉપયોગ વિદ્યાર્થીઓને શીખવા મળ્યો. આ પ્રોગ્રામ માં એટલો ઉત્સાહ ઊભો થયો કે ભાગ ન લેનાર વિદ્યાર્થીઓએ પણ મોડેલ રોકેટ લોન્ચ કરવાનો સફળતાનો આનંદ માણ્યો.
વર્કશોપ ના અનુભવથી વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી પ્રોજેક્ટમાં સામેલ થાય છે વિવિધ પ્રકારના વ્યવહારુ ક્ષમતાઓને વિકસાવે છે રોકેટના ભૌતિકશાસ્ત્ર અને ટીમમાં કામ કરવાની ભાવના નો વિકાસ થયેલ છે

વિદ્યાર્થીઓનો વૈજ્ઞાનિક અને શૈક્ષણિક શોખ ઉજાગર થયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન અટલ લેબ કોર્ડીનેટર શ્રીમતી સેજલ પંકજકુમાર પરમાર દ્વારા કરવામાં આવેલ. કડી સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી થી ઇનોવેશન કેટાલિસ્ટ શ્રી ઉત્કર્ષ પટેલના સતત માર્ગદર્શન અને આચાર્ય શ્રી અર્પિત ક્રિશ્ચનના સહયોગથી વિદ્યાર્થીઓએ અવકાશ મિશન રોકેટ લોન્ચિંગ અનુભવ કર્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x