ગુજરાત

ભાજપ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી: ગુજરાતમાંથી ૨૬માંથી ૭થી ૮ સાંસદો કપાવાની શક્યતા

ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ભાજપ ૧૬૦ એવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જ્યાં છેલ્લી ચૂંટણીમાં હાર્યો હતો. ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ બેઠકો પાર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હોવાનો સૂત્રોનો દાવો છે. ભાજપ હાલની ૩૦૦ પ્લાસ બેઠકો જાળવીને આ ૧૬૦ બેઠકોમાંથી ૧૦૦ બેઠકો જીતે તો ૪૦૦નું ટાર્ગેટપાર પાડી શકે છે તેથી અત્યારથી જ આ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ગુજરાત ભાજપે પણ ૨૬ બેઠકો જીતવા માટે સોશિયલ મીડિયા પર આક્રમક પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. દરેક મતવિસ્તાર માટે સોશિયલ મીડિયા ટીમ બનાવીને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની મદદથી પ્રચાર કરાશે. લોકસભા ચૂંટણીમાં પણ નવા ચહેરા આવશે. આવતી લોકસભા ચૂંટણીમાં ગુજરાત ૨૬ પૈકી ૭થી ૮ સાંસદોને કાપી ભાજપ નવા ઉમેદવારોને ઉતારી શકે છે. આ ચહેરાઓમાં કેટલાંક વર્તમાન ધારાસભ્યો પણ હોઇ શકે. જે ધારાસભ્યોએ સારી એવી લીડથી જીત મેળવી છે તેમના નામ પર પણ ભાજપની બેઠકમાં ચર્ચા થઇ હતી.
ભાજપ એક ચૂંટણી પૂરી થાય એટલે તરત જ તે પછી આવતી બીજી ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાય છે. હમણાં જ ૧૫૬ બેઠકો સાથે વિધાનસભા ચૂંટણીમાં વિક્રમ બનાવ્યો અને પાર્ટીએ મનોમંથન શરૂ કરી દીધું છે. જા કે વિધાનસભા ચૂંટણીના પરિણામો અને સમીકરણોની આ સમીક્ષા લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં એવી પણ ચર્ચા છે કે, વિધાનસભા ચૂંટણીમાં પરિવારના સભ્ય માટે ટિકિટ, પસંદગીના ઉમેદવાર માટે આગ્રહ, ભાજપે ઉતારેલા ઉમેદવારને હરાવવા પ્રયત્નો, પ્રચારમાં ન જવુ એમ એક રીતે બળવાખોરી કરનારા પાંચ સાંસદો સામે હાઈકમાન્ડ સખત નારાજ છે.
સાંસદોને એમ કે નારાજગી દેખાડીશું તો ભાજપ ઝૂકશે પણ હવે ભવ્ય જીત બાદ ભાજપ પણ જાશમાં છે. પાંચેય સાંસદોનું ત્રણ સપ્તાહમાં બબ્બે વખત અપડાઉન ચાલું છે. શિયાળુ સત્ર બાદ પાટણના ભરતસિંહ ડાભી, પંચમહાલના રતનસિંહ રાઠોડ, સુરેન્દ્રનગરના ડો.મહેન્દ્ર મુંજપરા, ખેડાના દેવુસિંહ ચૌહાણ અને રાજ્યસભાના રમીલાબહેન બારા એમ પાંચ સાંસદોને હાઈકમાન્ડે દિલ્હી Âસ્થત કાર્યલાયે બોલાવ્યા તો ખરા પણ કલાકો સુધી બહાર બેસાડીને મુલાકાત આપ્યા વગર પાછા જતા રહેવા કહ્યું. બાદમાં ફરીથી સમય અપાયો ત્યારે છેલ્લી ઘડીએ શિડ્યુલ રદ્દ કરી દેવાયો હતો. આમ, આ પાંચેય સાંસદો ત્રણ સપ્તાહમાં બબ્બે વખત અપડાઉન કરી ચૂક્યા છે !

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x