ગુજરાત

હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી.ઝાલાએ “રન ફોર બર્ડસ રેલી” ને પ્રસ્થાન કરાવ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાવર ચોક ખાતે ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાએ કરુણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ માટે “રન ફોર બર્ડસ રેલી” ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વન વિભાગ નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠક્કર તથા સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષકશ્રી વી. આર. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

 

ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી પશુ-પક્ષીઓને ઇજા થતી હોય છે તેમની સારવાર અર્થે રાજ્ય સરકારના ગુજરાત વન વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કર્યું.

કરૂણા હેલ્પલાઇન નંબર ૧૯૬૨ તેમજ વોટ્સએપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ શરુ કરવામાં આવ્યો છે. આપણી આસપાસ કોઈ ઘાયલ પશુ કે પક્ષી દેખાય તો મદદ માટે આ નંબર પર સંપર્ક કરીએ.

આ રેલી હિંમતનગરના બગીચા વિસ્તારથી મહેતાપુરા, મોતીપુરા, મહાવીરનગર સર્કલ થઈ  ટાવર ચોક ખાતે પૂર્ણ થઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x