આ વોટ્સએપ નંબર પરથી હવે સીધી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી શકાશે.
મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ આવશે. મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે લિંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ વોટ્સએપ નંબર 7030930344ને ઓફિસ સાથે લિંક કરવાની જાહેરાત કરવામાં આવી છે. વોટ્સએપ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. જેના દ્વારા વિવિધ રજૂઆતો, અરજીઓ, ફરિયાદો અને અન્ય બાબતોની માહિતી મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ આવશે ગુજરાતમાં રેકોર્ડબ્રેક ચૂંટણી જીત્યા બાદ ભાજપ સરકાર કામે લાગી ગઈ છે. ડબલ એન્જિનની સરકાર રાજ્યમાં વિકાસના કામોને વેગ આપી રહી છે. ત્યારે લોકોની ફરિયાદો સીધી મુખ્યમંત્રી સુધી પહોંચી શકે અને મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડી શકાય તે માટે એક વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યનો કોઈપણ નાગરિક આ નંબર પર ફરિયાદ કરી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત સત્તા સંભાળ્યા બાદ કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમણે આ નિર્ણય લીધો છે. જેમાં રાજ્યના દરેક નાગરિકને સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે લોકો જાહેર કરાયેલા વોટ્સએપ નંબર પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયને હવે સોશિયલ મીડિયા સાથે જોડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
આ માટે લોકો વોટ્સએપ નંબર 7030930344 દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકશે. આ નંબર દ્વારા મુખ્યમંત્રીને વિવિધ રજૂઆતો, અરજીઓ, ફરિયાદો વગેરે જાણી શકાશે.