ગુજરાત

સાબરકાંઠા જિલ્લામાં ૩૩મો માર્ગ સલામતી સપ્તાહ ઉજવાયો

સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતા આવે અને લોકો ટ્રાફિક નિયમોનુ સ્વયંમ પાલન કરી સુરક્ષીત રહે તે હેતુથી જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહ ઉજવાયો. આ સમગ્ર સપ્તાહ દરમિયાન પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી હિંમતનગર દ્રારા લોકજાગૃતી માટે વિવિધ કાર્યક્ર્મો યોજવામાં આવશે.

દુનિયામાં અનેક લોકોના રોજ માર્ગ અક્સમાતમાં મૃત્યુ થાય છે. અક્સમાત સર્જાવાનુ મુખ્ય કારણ વાહન ચાલકની નજીવી બેદરકારી કારણભૂત હોય છે. જેના કારણે અસંખ્ય પરીવારો પાયમાલ થઈ જાય છે. આ અક્સમાતોના નિવારણ તેમજ લોકોના અમૂલ્ય જીવનનુ રક્ષણ થાય તે માટે સરકાર હંમેશા કટીબધ્ધ અને વિચારશીલ છે. જેના પરિણામ સ્વરૂપ તા. ૧૧થી ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન જિલ્લામાં ૩૩મા માર્ગ સલામતી સપ્તાહ ઉત્સાહભેર ઉજવાશે.
આ સપ્તાહ દરમિયાન આર.ટી.ઓ ઓફિસના અધિકારીઓ દ્રારા જુદી-જુદી શાળા કોલેજોમાં જઈને બાળકોમાં માર્ગ સલામતી અંગે નિયમપાલન સાથે માર્ગદર્શન આપવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન એસ.ટી નિગમના ડ્રાઇવરોને ખાસ માર્ગ સલામતી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવશે. ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમોના ચુસ્ત પાલન માટે સપથ લેવડાવવામાં આવશે.

૦૦૦૦૦૦૦૦૦૦

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x