શામળાજી કોલેજમાં વિવેકાનંદ જન્મ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી* .
શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત શ્રી, કે.આર.કટારા આટ્સૅ કોલેજમાં તા.૧૨/૦૧/૨૦૨૩ ના રોજ ભારતીય સંસ્કૃતિના જયોતિર્ધર એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંડળના મંત્રી શ્રી દિલપભાઈ કે.કટારા અને કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. અજયભાઈ કે.પટેલે વિધાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવી વિવેકાનંદ ના વિચારોને જીવનમાં ઉતારી રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું યોગદાન આપવા આહવાન કર્યુ હતું.કોલેજમાં વિવેકાનંદના જીવન પ્રસંગોની જીવનીનુ સુંદર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું અને વિવેકાનંદના જીવન પર બનેલી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આટ્સૅ,બી.એડ,એમ.એસ.ડબ્લ્યુ, એસ.આઈ,નર્સિંગ કોલેજના ટિન્ચીગ,નોન ટિન્ચીગ તમામ સ્ટાફ મિત્રો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ કાર્યમને સફળ બનાવ્યો હતો.સંમગ્ર કાયૅક્રમનું સુચારુ આયોજન ડૉ. વસંત ગાંવિતે કર્યુ હતું.