ગુજરાત

કરૂણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું

કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ ધ્વારા તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન દર વર્ષે પક્ષીઓને બચાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવે છે.જેમાં ચાલુ વર્ષે જાન્યુઆરી-૨૦૨૩ ઉત્તરાયણ પર્વ નિમિત્તે અરવલ્લી વન વિભાગ મોડાસાના .નાયબ વન સંરક્ષક શ્રી એસ.એમ.ડામોર ની સુચના મુજબ શ્રી શૈલેન્દ્રસિંહ પી.રહેવર રેંજ ફોરેસ્ટ ઓફિસર ભિલોડા,પ્રકાશસિંહ બી.ભાટી રાઉન્ડ ફોરેસ્ટર ભિલોડા તથા અન્ય સ્ટાફ દવારા તા.૧૨/૦૧/૨૦૨૩ ના રોજ કરૂણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવેલ.જેમાં ક્ષેત્રિય રેંજ ભિલોડા તથા વિસ્તરણ રેંજ ભીલોડાનો સ્ટાફ હાજર રહેલ.દુકાનોમાં ફરીને ચાઈના દોરી તથા તુંક્કલનું વેચાણ ન કરવા સુચના આપવામાં આવેલ.વધુમાં ઘાયલ થયેલ પક્ષીઓને પશુ ચિકિત્સક અધિકારીશ્રી/મદદનીશ ગૌ-સેવા સમિતિ ભિલોડાનાં સહકારથી સારવાર આપવા માટે પશુ દવાખાનું ભિલોડા ખાતે આયોજન કરવામાં આવેલ.તેમજ રેન્જ કચેરી ભિલોડા ખાતે ૨૪ કલાક હેલ્પલાઇન નંબર-૦૨૭૭૧-૨૯૯૦૩૪ ચાલુ રહેશે.જેની સર્વે જાહેર જનતાએ નોધ લેવા અપીલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x