ગુજરાત

ઈડર ખાતે રાજ્યની પહેલી ધી ગુજરાત નેચરલ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ કો ઓપરેટિવ સોસાયટી સંસ્થા સ્થપાઇ

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ગુજરાત રાજ્યની પહેલી પ્રાકૃતિક સંસ્થા ધી ગુજરાત નેચરલ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ કો ઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. આ સોસાયટી દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પાસેથી તેમનો પાક બજાર કરતા ઊંચા ભાવે ખરીદવામાં આવે છે અને તેનું મૂલ્ય વર્ધન કરી વેચાણ કરવામાં આવે છે. જેથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે અને ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે.

આ સોસાયટી દ્રારા સ્વાસ્થ્યપ્રદ તલ અને સીંગદાણાની ચીકીનું ઉત્પાદન ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા કરવામાં આવે છે જેમાં ૨૦ જેટલી બહેનોને રોજગારી મળે છે. લોકોને સ્વાસ્થ્યપ્રદ ચીકી મળી રહે છે. આ ચીકીમાં આયુર્વેદિક ઔષધોમાં ગણના પાત્ર મહુડાના વૃક્ષના ફૂલ, પ્રાકૃતિક કૃષિ થકી પકવેલી શેરડીનો ગોળ સૂંઢનો પાવડર, બાવળ ગુંદ વગેરેના મિશ્રણ થકી એક સ્વાસ્થ્ય અને ઉર્જા આપનાર ચીકી બનાવવામાં આવે છે. આ ચીકીનુ ૧૦ થી ૨૦ કિલો રોજનું વેચાણ ઇડર ખાતે કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૦૦૦/- કિલો ચીકીનું વેચાણ થઈ ગયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x