૩૧ જાન્યુઆરીથી ૬ એપ્રીલ સુધી સંસદનું બજેટ સત્ર
સંસદના બજેટ સત્રના સમયની જાહેરાત કરી દેવાઈ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર આ વખતે સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી ૬ એપ્રીલ સુધી ચાલશે. કેન્દ્રિય સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જાશીએ આ બાબતે જાણકારી આપી.
સંસદમાં સતત હંગામાં ચા રહ્યા છે ત્યારે હવે આ વખતે સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી ૬ એપ્રીલ સુધી ચાલશે અને તેમાં ૬૬ દિવસોમાં કુલ ૨૭ બેઠકો હશે. ૧૪ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ સુધી સંસદના બજેટ સત્રમાં વિરામ રહેશે. આ પછી સત્ર ફરી શરૂ થશે. સત્ર પછી અમૃત કાલ ભાષણ સાથે રાષ્ટÙપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરાશે.
આ બજેટ સત્ર દરમિયાન બજેટ ઉપરાંત અન્ય ઘણી મહત્વની બાબતો પર પણ ચર્ચા થશે. વિવિધ સંસદીય સ્થાયી સમિતિઓ ૧૪ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચની વચ્ચે તેમની માંગણીઓ તૈયાર કરશે. આ સિવાય વિવિધ મંત્રાલયો અને વિભાગો તેમના અહેવાલો તૈયાર કરશે. અહેવાલો અનુસાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરી શકે છે. ત્યારબાદ પ્રથમ સત્ર ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. બજેટ સત્રનો બીજા ભાગ ૧૩ માર્ચથી શરૂ થશે. આ દરમિયાન રાષ્ટÙપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.
અહીં તમને જણાવી દઈએ કે, સંસદનું બજેટ સત્ર બે ભાગમાં વહેંચાયેલું હોય છે. પ્રથમ ભાગમાં બજેટ રજૂ કરવામાં આવે છે અને બીજા ભાગની બેઠક માર્ચ મહિના બોલાવાય છે. મનાઈ રહ્યું છે કે, બીજા ભાગની શરૂઆત પહેલા સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન પણ કરાશે. અધિકારીઓનું માનીએ તો સંસદ ભવનનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. તેનું કામ ફેબ્રુઆરી મહિના સુધીમાં પૂર્ણ થઈ શકે છે. આ Âસ્થતિમાં સત્રનો બીજા ભાગ નવી ઇમારતમાં યોજાઈ શકે છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ પુરીએ માહિતી આપી હતી કે સંસદ ભવનના નવા બિÂલ્ડંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.