ગુજરાત

વિજય નગર – પોળોના જંગલ

વિજયનગર એક દિવસની પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગરનું પોળોનું સુંદર જંગલ 3 થી 4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય ચોમાસું ગણવામાં આવે છે. ચોમાસામાં પ્રકૃતિ અહી સોળે કળાએ ખીલેલી જોઈ શકાય છે. અમદાવાદથી હિંમતનગર પ્રાંતિજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. અમદાવાદથી 110 કિમી અંતરે આવેલું આ સ્થળ છે, અમદાવાદથી 2થી અઢી કલાક જેટલો સમય અહી આવતા થાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં તમે રોકાણ પણ કરી શકો છો.જેના માટે તમારે એડવાન્સમાં વનવિભાગ સાથે વાત કરવાની હોય છે. અહી શૂટિંગ, ફોટોગ્રાફી કરવાની મજા પડી જાય છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે ખુબ જ પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે. અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરન લોકો અહીંના સ્થળની મુલાકાત લેતા થયા છે.અહીં જોવા 15મી 1મી સદીના સોલંકી યુગનાં ઘણા મંદિરો આવેલા છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ પણ આવેલી છે. ચોમાસા સિવાય પણ તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો કારણ કે ટ્રેકિંગ કરવાના શોખીનો અહી અવાર નવાર આવતા હોય છે.એક દિવસ માટે તમે ચોમાસા સિવાય પમ પિકનિક માટે આવી શકો છો જંગલના શાંતવાતાવરમની અનુભુતિ કરવા માટે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x