પ્રખ્યાત સિંગર લિસા મેરી પ્રેસ્લીનું અવસાન, માઈકલ જેક્સન સહિત ચાર લગ્ન કર્યા હતા
ગીતકાર લિસા મેરી પ્રેસ્લીનું અવસાન થયું છે. લિસાએ ૫૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લિસાને ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. જે બાદ તેને મેડિકલ ઈમરજન્સીના કારણે હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવી હતી. લિસા મેરી પ્રેસ્લી સ્વર્ગસ્થ અમેરિકન અભિનેતા, ગાયક અને સંગીતકાર એÂલ્વસ પ્રેસ્લીની પુત્રી હતી.
લિસા એÂલ્વસ પ્રેસ્લીની એકમાત્ર પુત્રી હતી. લિસાના આકÂસ્મક અવસાનથી આખો પરિવાર આઘાતમાં છે. લિસાના ચાહકોમાં પણ શોકનું મોજું છે. લિસાની માતાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે- ‘આ દુઃખમાં સાથ આપવા અને પ્રાર્થના કરવા માટે દરેકનો આભાર. ૫૪ વર્ષની લિસા ખૂબ જ લાગણીશીલ, મજબૂત અને પ્રેમાળ મહિલા હતી. આ દુખદ સમય અને મુશ્કેલ સમયમાં કામ કરતી વખતે અમારી ગોપનીયતાનું ધ્યાન રાખવું જાઈએ.
લિસાનો જન્મ ૧૯૬૮માં થયો હતો. તે મેÂમ્ફસમાં તેના પિતાની ગ્રેસલેન્ડ હવેલીની માલિક હતી. જ્યારે લિસા ૯ વર્ષની હતી ત્યારે તેના પિતા એÂલ્વસનું ૧૯૭૭માં અવસાન થયું હતું. લિસા પ્રેસ્લીએ સ્વર્ગસ્થ પોપ સિંગર માઈકલ જેક્સન સાથે લગ્ન કર્યા હતા. જા કે બાદમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. લિસાએ વર્ષ ૨૦૦૩માં “ટુ વ્હોટ ઇટ મે કન્સર્ન” આલ્બમથી તેની સંગીત કરિયરની શરૂઆત કરી હતી. તે પછી ૨૦૦૫નું “નાઉ વ્હાટ” આવ્યું અને બંને ગીતોએ તેને બિલબોર્ડ ૨૦૦ આલ્બમ ચાર્ટમાં ટોપ ૧૦માં સ્થાન બનાવ્યું. આ પછી ૨૦૧૨માં તેનું ત્રીજું આલ્બમ, “તુફાન ઔર અનુગ્રહ” આવ્યું હતું. માઈકલ જેક્સન સહિત કુલ ૪ લગ્ન થયા હતા
આશ્ચર્યની વાત એ છે કે, લિસાએ ૫૪ વર્ષની ઉંમરમાં ૪ વખત લગ્ન કર્યા હતા. તેણે પ્રથમ લગ્ન ૧૯૯૪માં સંગીતકાર ડેની કેફ સાથે કર્યા હતા અને માત્ર ૨૦ દિવસમાં છૂટાછેડા લીધા હતા. બાદમાં માઈકલ જેક્સન સાથે લગ્ન કર્યા અને ૧૯૯૬માં છૂટાછેડા લીધા. પ્રેસ્લીએ ત્યારબાદ ૨૦૦૨માં અભિનેતા નિકોલસ કેજ સાથે લગ્ન કર્યા, જે તેના પિતાના મોટા ચાહક હતા અને ૪ મહિના પછી છૂટાછેડા માટે અરજી કરી હતી. લિસાએ ગિટારવાદક અને સંગીત નિર્માતા માઈકલ લોકવુડ સાથે ચોથી વાર લગ્ન કર્યા અને ૨૦૨૧માં છૂટાછેડા લીધા હતા.