બાટવા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામેની ઝુંબેશ અંતર્ગત પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરિના દૂષણ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને રાજ્યના અનેક શહેરોમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બાટવામાં લોકોમાં વ્યાજખોરિના દૂષણ સામે જાગૃત થાય તે માટે પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટીની સૂચનાથી ડીવાયએસપી ઠક્કરના માર્ગદર્શન મુજબ તેમજ સીપીઆઈ માર્ગદર્શન હેઠળ બાટવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કછોટ ની ઉપસ્થિતિમાં વ્યાજ વટાવનો ધંધો કરનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે એક લોક દરબારનું બાટવા પોલીસ સ્ટેશનમાં આયોજન કરાયું હતું વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે લોકો આગળ આવે તેવો અનુરોધ પોલીસ દ્વારા કરાયો હતો. પોલીસ દ્વારા લોકોને ભરોસો આપવામાં આવ્યો હતો કે વિના સંકોચે વ્યાજખોરિનો ભોગ બનેલા લોકોએ ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ અને આવા લોકો સામે પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. આ લોક દરબારમાં 25 થી 30 વેપારી આગેવાનો હાજર રહ્યા હતા