ગુજરાત

અરવલ્લી : મેઘરજમાં જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તાડામાર તૈયારીઓ, કલેકટર, SP અને DDOની સ્થળ મુલાકાત

૨૬મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પી. સી.એન હાઈસ્કૂલ, મેઘરજ ખાતે યોજાશે.ધ્વજવંદન, પરેડ, ટેબલો પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ, સન્માન તેમજ અન્ય તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર ર્ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા સ્થળ મુલાકાત કરીને તમામ વિભાગોને જરૂરી સૂચનો કર્યા હતા સંબંધિત અધિકારીઓને કામગીરી બાબતે જણાવવામાં આવ્યું હતું.

અરવલ્લીના મેઘરજ ખાતે યોજાનાર પ્રજાસતાક દિનની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે,આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા વિવિધ પરેડ અને કરતબ રજૂ કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે તમામ વિભાગે પણ તૈયારી શરૂ કરી છે. આ રાષ્ટ્રીય પર્વમાં લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ સ્થળ મુલાકાતમાં જિલ્લા કલેક્ટર ર્ડો. નરેન્દ્રકુમાર મીના,જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ,ડીડીઓ કમલ શાહ,અધિક નિવાસી કલેક્ટર એન. ડી. પરમાર ,કાર્યપાલક ઈજનેર એન.કે. પ્રજાપતિ, મોડાસા પ્રાંત અમિત પરમાર તેમજ શિક્ષણવિભાગ, રમતગમત વિભાગ, તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x