ગાંધીનગરગુજરાત

નર્મદા કેનાલમાં ચાંદખેડાની પરિણીતાએ બે વર્ષના દીકરા સાથે ઝંપલાવ્યું, પુત્રનું મોત થતાં માતા સામે હત્યાનો ગુનો નોંધાયો

ગાંધીનગરની ઝૂંડાલ નર્મદા કેનાલમાં ચાંદખેડાની પરિણીતાએ બે વર્ષના દીકરા સાથે ઝંપલાવી મોત વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. જા કે અહીંથી પસાર થતાં રાહદારીઓ મહિલાને બચાવી લીધી હતી પરંતુ તેના દીકરાનું ડૂબી જવાથી કરૃણ મોત નીપજ્યું હતું. આ મામલે પત્ની સામે અડાલજ પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. ત્યારે દંપતી વચ્ચે ચાલતા ઘરકંકાસનાં કારણે મહિલાએ કેનાલમાં પડતું મુક્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મૂળ વિજાપુરનાં પામોલ ગામના વતની તુલસીભાઇ નટવરભાઇ રાઠોડ ચાંદખેડા, અષ્ટક એલીગન્સ ફ્લેટમાં રહે છે. જેમના લગ્ન પંદર વર્ષ અગાઉ વિજાપુર તાલુકાના ખણોસા કોટડી ગામના ડાહયાભાઇ મુળજીભાઇ લેઉવાની દિકરી મનિષા સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતા. આ લગ્નગાળા દરમ્યાન તેઓને સંતાનમા દિકરી ઝલક (ઉ.૧૪) તથા એક દિકરો હેત ઉ.વ – ૨ નો હતો.
જ્યારે તુલસીભાઈના માતા પિતા અલગ રહે છે. અમદાવાદ ખાતે સુર્વણકલા જવેલર્સની દુકાનમાં નોકરી કરતા તુલસીભાઈ ગઈકાલે સવારના છ એક વાગ્યાના સુમારે નોકરી ઉપર જવા નિકળ્યા હતા.જ્યારે તેમની પત્ની મનીષા તેમજ દીકરા દીકરી ઘરે હતા. ત્યારે નોકરીનાં કામ અર્થે તુલસીભાઈ કલોલ ખાતે ગયા હતા. જ્યાંથી સાંજના આશરે છ વાગ્યાના અરસામાં કંપનીની ગાડીમાં ઝૂંડાલ નર્મદા કેનાલ ઉપર થઇ અમદાબાદ તરફ જતાં હતાં.
તે વખતે કેનાલ ઉપર લોકોની ભીડ હતી. જે ભીડ તરફ નજર દોડાવતા તુલસીભાઈને તેમની પત્ની મનિષા જાવા મળી હતી. સાંજના સમયે પત્નીને કેનાલ પર જાઈને તુલસીભાઈ ચોંકી ઉઠયા હતા. તુરંત જ પત્ની પાસે પહોંચી ગયા હતા. જ્યાં મનીષા ચોધાર આંસુએ રડી રહી હતી. ત્યારે માલુમ પડયું હતું કે, મનીષા દીકરા હેત સાથે કેનાલમાં પડી હતી. જેને રાહદારીઓએ બહાર કાઢી લીધી હતી.
જા કે દીકરાની શોધખોળ ચાલી રહી હતી. ત્યારે એક તરવૈયા ભાઈએ ભારે જહેમત પછી હેતની લાશ બહાર કાઢી હતી. બાદમાં બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મનીષાને સારવાર આપી હેતને મૃત જાહેર કર્યો હતો. આ અંગે અડાલજ પોલીસ મથકના પીઆઈ મુછાડે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં દંપતી વચ્ચે ઘર કંકાસ ચાલતો હતો. જેનાં કારણે મહિલાએ દીકરા સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેમાં બે વર્ષના માસુમને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x