ગાંધીનગરમાં તસ્કરોની ટોળકીએ એક જ રાતમાં બે શાળા સહિત ચાર જગ્યાએ ધાડ પાડી
ગાંધીનગરમાં ચોરીના બનાવો વધ્યા છતાં પોલીસનું ઉદાસીન વલણ
શિયાળાની શરૂઆત થતાની સાથે જ પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાયસણમાં IAS અધિકારીના બંધ મકાનમાંથી 18.60 લાખની ચોરી, તસ્કરો હજુ મળ્યા નથી ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા પંથકમાં ગતરાત્રે તસ્કરોએ હંગામો મચાવ્યો હતો અને એક જ વિસ્તારમાં ચોરીના બનાવો વધી રહ્યા હતા. રાત્રે આ ટોળકીએ બે શાળા સહિત ચાર જગ્યાએ દરોડા પાડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. શાળાના સીસીટીવીમાં ત્રણ તસ્કરો પણ કેદ થયા છે. નોંધનીય છે કે પોલીસને જાણ કરવા છતાં કલાકો સુધી ફરિયાદ લેવામાં આવી ન હતી.
ઉત્તરાયણ પર્વ દરમિયાન તસ્કરોએ પાંચેજાના બંધ મકાનને પણ નિશાન બનાવ્યું હતું, ત્યારે ગતરાત્રે ચિલૌડા પંથકની સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર્સ પર તસ્કરોની ટોળકીએ દરોડો પાડ્યો હતો.રોકડની અછતને કારણે તસ્કરોએ નજીકની અન્ય એક શાળા અને બે દુકાનોને પણ નિશાન બનાવી હતી. , જેમાં થ્રેસરની દુકાનમાંથી 1.5 લાખની કિંમતના ઘઉંની ચોરી થઈ હોવાનું કહેવાય છે. સવારે જ્યારે મુખ્ય શિક્ષક અને અન્ય કર્મચારીઓ શાળાએ પહોંચ્યા ત્યારે ચોરીની આશંકા જણાતા ચિલોડા પોલીસને આ બાબતે જાણ કરી હતી, પરંતુ કલાકો સુધી પોલીસ આવી ન હતી.આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ ગાંધીનગરમાં ચોરીના બનાવો વધી રહ્યા હોવા છતાં પોલીસનું ઉદાસીન વલણ શંકા ઉપજાવે છે.