ગુજરાત

અમિત ચાવડાની જાણ બહાર કૉંગ્રેસના 17 અસંતુષ્ટ નેતાઓની મીંટીંગ મળી.

અમદાવાદ :

જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસનો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમદાવાદ ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસ સ્થાને કોંગ્રેસના નારાજ નેતાઓની ગુપ્ત બેઠક યોજાતા કોંગ્રેસમાં હલચલ મચી ગઇ છે. ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પૂર્વ સાંસદ દિનશા પટેલ, પૂર્વ સાંસદ તુષાર ચૌધરી, કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, ઇન્દ્રવિજય ગોહિલ, સાગર રાયકા સહિતના 17 જેટલા અસંતુષ્ટ નેતાઓ હાજર રહ્યા. તમામ નેતાઓ પક્ષમાં પોતાની ઉપેક્ષાથી નારાજ હોવાનું મનાઇ રહ્યું છે. જો કે તમામ નેતાઓએ બેઠકમાં શું ચર્ચા-વિચારણા થઇ તે અંગે કંઇ પણ ખુલીને કહેવાનું ટાળ્યું હતું. સાથે જ તેઓએ જૂથવાદની વાતને પણ ફગાવી હતી.

બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતે બેઠક અંગે અજાણ હોવાનો દાવો કર્યો. અમિત ચાવડાએ જણાવ્યું કે તેમને આ બેઠક અંગે કંઇ ખ્યાલ નથી. બેઠક અંગે માહિતી મળ્યા બાદ તેઓ પ્રતિક્રિયા આપશે તેમ જણાવ્યું. ખુદ કોંગ્રેસના પ્રમુખ જ ટોચના નેતાઓની બેઠકથી અજાણ છે તે બાબત જ સાબિતી પૂરી પાડે છે કે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ કેટલો ચરમસીમાએ છે. પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે વિવાદ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો છે. પક્ષના જૂના જોગીઓની અવગણનાના દાવા વચ્ચે અમદાવાદમાં કોંગ્રેસના આ નેતાઓની બેઠક બાદ આગામી દિવસોમાં કોંગ્રેસમાં મોટા પાયે ઉથલપાથલ જોવા મળી શકે છે.

જે પ્રકારે અર્જુન મોઢવાડિયાના ઘરે કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઇ છે તેને લઇને અનેક અટકળો લગાવાઇ રહી છે. બેઠકમાં ઉપસ્થિત નેતાઓ બેઠકને રૂટિન ગણાવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે રૂટિન બેઠક કરવી હોય તો તે કોંગ્રેસના કાર્યાલય ખાતે કેમ ન યોજી. જો આ બેઠક રૂટિન હોય તો તેની જાણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ ન હોય તે કેવી રીતે બની શકે.

લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલી આ બેઠક ઘણી મહત્વની જ ગણાઇ રહી છે. આ નેતાઓ પક્ષમાં પોતાની ઉપેક્ષાથી નારાજ હોવાનું જણાઇ રહ્યું છે. જો કે આ નેતાઓએ બેઠક અંગે ખુલ્લીને કંઇ પણ કહેવાનું ટાળ્યું. જૂથવાદની વાતને ફગાવી હતી. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ બેઠક અંગે અજાણ હોવાનો દાવો કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *