વિદ્યાર્થીઓએ નોંધ લેવી કે આવતા વર્ષથી મેડિકલનો અભ્યાસ પણ ગુજરાતી ભાષામાં શરૂ થશે.
રાજ્યના પ્રવક્તા મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં વિવિધ ટેકનિકલ, મેડિકલ અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સિટીઓને જે તે વિષયના અનુવાદની કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, NEP-2020 માં દર્શાવેલ લક્ષ્યો અને ઉદ્દેશ્યો પર કામ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘ગુજરાત NEP સેલ’ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતા જોઈને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે તે માટે રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ-એપ્રિલને બદલે ફેબ્રુઆરી-2023થી જળ સંચય અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ રાજ્ય સરકારે પણ આગામી વર્ષથી ગુજરાતી ભાષામાં તબીબી શિક્ષણ શરૂ કરવાની કવાયત શરૂ કરી છે.
તેમણે કહ્યું કે રાજ્યની 45 યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD) પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી છે. રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ ‘ડિજી લોકર’ પર અપલોડ કરવામાં આવે છે. વિવિધ રાજ્ય યુનિવર્સિટીઓએ તેમના અભ્યાસક્રમમાં મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટને સમર્થન આપવા માટે વિવિધ વૈકલ્પિક વિષયો ઉમેર્યા છે અને આ વૈકલ્પિક વિષયોની ક્રેડિટ વિદ્યાર્થીઓના એકંદર ગુણમાં સમાવવાની છે.