ભાજપની રાષ્ટ્રીય કારોબારી બાદ ૨૨ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન પ્રદેશ ભાજપની કારોબારી
ભાજપની રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ થયા બાદ બાદ હવે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. આ બેઠક સુરેન્દ્રનગરમાં ૨૩ અને ૨૪ જાન્યુઆરીના રોજ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો સહિત કારોબારીના હોદેદારો ભાગ લેશે. તેમજ પ્રદેશ કારોબારીમાં રાષ્ટÙીય કારોબારીના આર્થિક, રાજકીય પ્રસ્તાવને સમર્થન આપવામાં આવશે સાથે જ પ્રદેશ કારોબારીની બેઠકમાં ગુજરાતની ચૂંટણીમાં મળેવી ભવ્ય જીત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવશે. બેઠકમાં પીએમ મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ પાસ થશે. ઉપરાંત મિશન ૨૦૨૪ માટેના રોડ મેપ અંગે પણ ચર્ચા થશે.
ભાજપની રાષ્ટÙીય કાર્યકારિણી પક્ષનુ સર્વોચ્ચ એકમ છે. તેમાં કુલ ૮૦ સભ્યો છે. આ સિવાય ૫૦ ખાસ આમંÂત્રત સભ્યો અને ૧૭૯ કાયમી આમંÂત્રત સભ્યો હોય છે. આ સભ્યોમાં વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાન, પૂર્વ મુખ્ય પ્રધાન, રાષ્ટÙીય પ્રવક્તા, રાષ્ટÙીય મોરચાના વડાઓ, વિવિધ રાજ્યમાં પક્ષના પ્રભારીઓ, સહ પ્રભારીઓ અને સંગઠન સાથે સંકળાયેલા મહત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. આ એક એવી બેઠક હોય છે, કે રાષ્ટÙીય અધ્યક્ષે રાષ્ટÙીય કાર્યકારિણીની સંમતિ લીધા પછી જ નિર્ણયો લેવાના હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત પાર્ટી શાસિત રાજ્યોના ૧૨ મુખ્ય પ્રધાન અને પાંચ નાયબ મુખ્ય પ્રધાન, ૩૫ કેન્દ્રીય પ્રધાન, ૧૭ રાજ્ય Âસ્થત પાર્ટીના નેતાઓ, લગભગ ૩૫૦ નેતાઓ ભાજપની રાષ્ટÙીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેશે. ભાજપની સત્તાવાર વેબસાઇટ પર રાષ્ટÙીય કાર્યકારિણી સભ્યોની યાદી જાહેર કરાયેલ છે. આ યાદી મુજબ, ભાજપની રાષ્ટÙીય કાર્યકારિણીમાં સમાવિષ્ટ અગ્રણી સભ્યો નીચે મુજબ છે.
નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી, ડા મુરલી મનોહર જાશી, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, વિશાલ જાલી, કન્ના લક્ષ્મીનારાયણ, કિરેન રિજિજુ, બિજાયા ચક્રવર્તી, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, ભાગીરથી દેવી, નિત્યાનંદ રાય, સરોજ પાંડે, અજય ચંદ્રાકર, લતા યુસેન્ડી, ડા.હર્ષવર્ધન, ડા સુબ્રહ્મણ્યમ, જયશંકર, મીનાક્ષી લેખી, રમેશ બિધુરી, મનોજ તિવારી, શ્રીપદ યેસો નાઈક, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવ, કૃષ્ણ પાલ ગુર્જર, સુનીતા દુગ્ગલ, અનુરાગ ઠાકુર, જીતેન્દ્ર સિંહ, પ્રહલાદ જાષી, નિર્મલા સીતારામન, વી મુરલીધરન, કુમ્માનમ રાજશેખરન, નરેન્દ્ર સિંહ તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા, નરોત્તમ મિશ્રા, પ્રકાશ જાવડેકર, ડા. વિનય સહસ્રબુદ્ધે, ચિત્રા કિશોર વાળાનો સમાવેશ થાય છે.