ગુજરાત

શામળાજી કોલેજ કેમ્પસમાં ત્રિ-દિવસીય રમતગમતની ઉજવણી

તાજેતરમાં શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત બી. એડ., એમ.એસ.ડબલ્યુ. તેમજ એસ.આઇ. કોલેજમાં ત્રિ-દિવસીય રમતગમતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું સદર ત્રિ-દિવસીય રમતગમતનું ઉદ્દઘાટન શામળાજી પ્રદેશ કેળવણી મંડળના મંત્રીશ્રી દિલીપભાઈ કે.કટારા તેમજ આર્ટ્સ કોલેજ, શામળાજીના પ્રિન્સિપાલ ડૉ. અજય કે.પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રમત ગમતના ઉદધાટનમાં આર્ટ્સ કોલેજના પ્રોફે. ડૉ. વસંતભાઈ કે. ગાવિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત બી.એડ.કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી કાર્મેલીબેન જે. અહારી, એમ.એસ.ડબલ્યુ.ના પ્રિન્સિપાલ પાયલબેન અને એસ.આઇ ના પ્રતિનિધિ ચૌધરી હર્ષકુમાર તેમજ ત્રણેય કોલેજના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. દિલીપભાઇ કટારાએ રમતગમત આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે અને તેનું શું મહત્વ છે તેના વિશે માહિતી આપી હતી. આ રમતગમતનું આયોજન ત્રણેય કોલેજના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જેમાં તમામ તાલીમાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને આ સમગ્ર રમતગમતનું સંચાલન સ્પોટ્સના અધ્યાપક ડૉ. અજીતસિંહ ચૌહાણ તેમજ બી.એડ કોલેજના પ્રોફે. ઉર્મિબેન ધમલાતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *