આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન આગળ વધવા માંગે છે, પરંતુ મોદીમાં કોઈ હકારાત્મક ભાગીદારી દેખાતી નથી ઃહિના રબ્બાની ખાર

પાકિસ્તાનના વિદેશ રાજ્ય પ્રધાન હિના રબ્બાની ખારે કહ્યું હતું કે તેમના દેશને બંને દેશો વચ્ચે શાંતિની દિશામાં કામ કરવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં હકારાત્મકતા જાઈ નથી. પરંતુ તેમના પુરોગામી એવા મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીમાં હકારાત્મક ભાગીદાર જાયો છે. અહીં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક ૨૦૨૩માં દક્ષિણ એશિયાને લઈને યોજાયેલા એક સત્રને સંબોધતા ખારે કહ્યું, “જ્યારે હું વિદેશ પ્રધાન તરીકે ભારત ગઈ હતી, ત્યારે મેં વધુ સારા સહકાર માટે દબાણ કરવા માટે ખરેખર સખત મહેનત કરી હતી અને અમે ૨૦૨૩ ની પરિÂસ્થતિની સરખામણીએ, તે સમયે ઘણી સારી Âસ્થતિમાં હતા.

પાકિસ્તાનના વિદેશ રાજ્ય પ્રધાનએ કહ્યું, મને વડાપ્રધાન મોદીમાં કોઈ હકારાત્મક ભાગીદાર દેખાતા નથી, જા કે તેઓ તેમના દેશ માટે સારા હોઈ શકે છે. મને મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીમાં હકારાત્મત ભાગીદાર દેખાય છે. ખારે કહ્યું કે પાકિસ્તાને ભૂતકાળમાંથી પાઠ શીખ્યા છે અને તે આગળ વધવા માંગે છે, પરંતુ લાગે છે કે ભારત હંમેશા એવો એક દેશ હતો જ્યાં તમામ ધર્મો સહઅÂસ્તત્વ ધરાવતા હતા. પરંતુ હવે એવું નથી.
તેણીએ એમ પણ કહ્યું, હું એમ નથી કહેતી કે અમને પાકિસ્તાનમાં કોઈ સમસ્યા નથી, પરંતુ અમારી સરકાર હંમેશા નવા કાયદા અને વર્તમાન કાયદાઓ લાગુ કરીને લઘુમતીઓને સુરક્ષિત રાખવા માટે કામ કરી રહી છે. દરમિયાન આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, પાકિસ્તાને સમજવું પડશે કે સમસ્યા તેમના તરફથી છે. કારણ કે ભારતને અન્ય કોઈ પાડોશી સાથે કોઈ સમસ્યા નથી.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક ૨૦૨૩માં દક્ષિણ એશિયાને લઈને યોજાયેલા એક સત્રમાં શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, બંને દેશોની ભાષા સમાન છે અને તેમની સંસ્કૃતિ, ખોરાક વગેરે સમાન છે. રવિશંકરે કહ્યું કે વડાપ્રધાન મોદીએ ઘણી વખત હાથ લંબાવ્યો છે. તેમણે વારંવાર મદદ કરવાની ઓફર પણ કરી છે. ત્યારે વર્તમાન વડા પ્રધાને કોઈ તૈયારી દર્શાવી ના હોવાના આક્ષેપનો કોઈ અર્થ રહેતો નથી. શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તમામ પડોશીઓને મદદની ઓફર કરી છે. એવું ન કહી શકાય કે તેમણે કંઈ કર્યું નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *