ગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લા પ્રાથિમક શાળા માં ” પ્રકૃતિ કી પાઠશાલા” અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ

ગુજરાત ઈકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ – ગાંધીનગર ગુજરાત રાજય સરકાર દ્વાર – ગાંધીનગર સ્થિત વિસ્તાર સંસ્થા ના સહયોગ થી ” પ્રકૃતિ કી પાઠશાલા” તાલીમ શિબિર 6 થી 8 ધોરણ ના બાળકો માટે – ગાંધીનગર જિલ્લા ના ચરડા – રીદ્રોલ – સાંતેજ – નાના જલુન્દ્રા – સાણોદા – પેથાપુર -બોરુ બોરીસણા અને પાનસર ગામ ની પ્રાથિમક શાળા માં યોજવામા આવી. આ તાલીમ કાર્યક્મ માં હાજર રહેલ બાળકો પાવર પોઇન્ટ પ્રેસેંટેશન દ્વારા અને વિડિઓ દ્વારા પર્યાવરણ જાણવણી માટે શું શું કરી શકાય તે બાબતે વિસ્તૃત સમજૂતી ઉદાહરણો દ્વારા આપવામાં આવેલ.

આ શિબિર માં ભાગ લીધેલ બાળકો ને ગુજરાત ઈકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ – ગાંધીનગર દ્વારા શાળા લાઇબ્રેરી માટે પર્યાવરણ ની 9 પુસ્તક, શાળા આચાર્યશ્રીને મોમેન્ટો, બાળકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવમાં આવેલ – આ તાલીમ કાર્યકમ માં ગુજરાત ઈકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ – ગાંધીનગર તરફથી શ્રીમતી બ્રોમાબેન પટેલ અને શ્રી ઉર્વેશ વ્યાસ – અને વિસ્તાર સંસ્થા દ્વારા શ્રી ચેતન સાધુ, શ્રીમતી નયના પટેલ, શ્રી સુરેશ પરમાર અને શ્રી કરણ શ્રીમાળી દ્વારા આયોજન કરી તાલીમ કાર્યકમનું આયોજન કરેલ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *