અરવલ્લી: ભિલોડાના મોહનપુર ખાતે જય જોહાર એજ્યુકેશનલ હેલ્પલાઇન તરફથી ધો.10,12ના વિધાર્થીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો
ભિલોડા ખાતે જય જોહાર એજ્યુકેશનલ હેલ્પલાઇન તરફથી માર્ચ 2020 ના ધોરણ ૧૦,૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ના ઈનામ વિતરણ નો કાર્યક્રમ, આદિવાસી ડુંગરી ગરાસીયા જનરલ પંચ ની, શ્યામવિલા કોમ્પલેક્ષ, મોહનપુર ત્રણ રસ્તા ખાતે યોજાઈ ગયો. આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ, વાલી સાથે ઉપસ્થિત રહ્યાં. ડુંગરી ગરાસીયા જનરલ પંચ ના સેક્રેટરી શ્રી બી એમ ખાણમા, તથા સભ્યો પી જે અસારી, આર આર જોષિયારા, તથા સભ્યો તથા કિરીટ ખરાડી, નૈનેશ સુવેરા , ડો અમીત અસારી ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ સાથે મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી, જય જોહાર એજ્યુકેશનલ હેલ્પલાઇન ના વિનેશ નિનામા તથા માઈકલ ડામોર આ કાર્યક્રમના આયોજક હતા.
જય જોહાર એજ્યુકેશનલ હેલ્પલાઇન તરફ થી ગામડાઓ ના જરુરિયાત મદ આદિવાસી વિદ્યાર્થીઓ ને સ્ટડી મટિરિયલ, ફ્રી કોચિંગ તથા એજ્યુકેશનલ સેમિનાર ૨૦૧૭ થી આપવામાં આવી રહ્યું છે
દરરોજ આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓ ને વોટ્સએપ ના માઘ્યમ થી કોમ્પિટીટીવ પરીક્ષા, ઘોરણ ૧૦,૧૨ તથા નીટ વિદ્યાર્થીઓ ને મટિરિયલ, માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે