રાષ્ટ્રીય

આ અઠવાડીયે છ દિવસ બેંકો બંધ રહેશે

દેશની બેંકોમાં આ વર્ષે તહેવાર અને રાષ્ટÙીય રજાઓ દરમ્યાન ઘણી રજાઓ રહેશે. બેંકની રજાઓ તેની શાખા કયા રાજ્યમાં આવેલી છે તેના પર આધાર રાખે છે. કેટલીક રજાઓ માત્ર રાજ્ય મુજબની હોય છે જ્યારે કેટલીક રાષ્ટÙીય સ્તરની હોય છે. ચાલુ સપ્તાહમાં ઘણા દિવસ બેંકો બંધ રહેશે. જા તમારી પાસે બેંકને લગતું કોઈ કામ હોય તો યાદી તપાસીને કામનું પ્લાનીંગ કરવું હિતાવહ રહેશે. જા તમે આમ ન કરો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો.ભારતમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.આ ઉપરાંત દર રવિવારે પણ બેંકમાં રજા હોય છે. જા મહિનામાં ૫ શનિવાર હોય તો બેંકો પાંચમા શનિવારે ખુલ્લી રહે છે.

દર મહિને દેશના અલગ-અલગ રાજ્યોમાં બેંકોની રજાઓ અલગ-અલગ હોય છે.આજકાલ બેંકનું મોટા ભાગનું કામ ઘરે બેસીને થાય છે પરંતુ હજુ પણ ઘણા કામો માટે બેંકની શાખામાં જવું પડે છે. આવી Âસ્થતિમાં તમારા માટે બેંકોની રજાઓ વિશે જાણવું મહત્વપૂર્ણ છે જેથી અસુવિધાથી બચી શકાય.
આ તારીખે બેંકો બંધ રહેશે
૨૩ જાન્યુઆરી ૨૦૨૩ – નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિના કારણે આસામમાં બેંકમાં રજા હતી
૨૫ જાન્યુઆરી ૨૦૨૩ – હિમાચલ પ્રદેશમાં બેંકો માટે રજા રહેશે.
૨૬ જાન્યુઆરી ૨૦૨૩ – પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, દેશભરની બેંકો માટે રજા રહેશે.
૨૮ જાન્યુઆરી ૨૦૨૩ – મહિનાના ચોથા શનિવારના દિવસે બેંકોમાં રજા રહેશે.
૨૯ જાન્યુઆરી ૨૦૨૩ – રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
૩૧ જાન્યુઆરી ૨૦૨૩ – આસામમાં બેંકો માટે રજા રહેશે.
સત્તાવાર રીતે માત્ર ૨૬ જાન્યુઆરી, ૧૫ ઓગસ્ટ અને ૨ ઓક્ટોબરને રાષ્ટÙીય રજાઓ તરીકે ગણવામાં આવે છે. આ દિવસે દેશભરમાં બેંકો બંધ રહે છે. આ સિવાય હોળી, દિવાળી, રક્ષાબંધન વગેરે પર દેશના મોટાભાગના ભાગોમાં બેંકો બંધ રહે છે. આ ઉપરાંત ગુડ ફ્રાઈડે, નાનક જયંતિ, ઈદ અને ક્રિસમસ એ મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેંક રજાઓ છે.
ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેંકોમાં રજા હોય તેવા દિવસોમાં ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહે છે. આ સાથે બેંક ગ્રાહકો માટે એટીએમની સેવા પણ પહેલાની જેમ ચાલુ રહે છે જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. હાલના સમયમાં મોટાભાગના કામ ઓનલાઇન થઇ શકે છે. માત્ર જૂજ કામ એવા છે જે માટે તમારે ફરજીયાત બેંકની શાખામાં જવાની ફરજ પડે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *